Gujarat  News 

ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનો હવે અનારક્ષિત ટિકિટથી દોડશે

ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનો હવે અનારક્ષિત ટિકિટથી દોડશે.

ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનમાં મુસાફરોને આરક્ષણ કરવાથી મુક્તિ મળી 

પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને હવે ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર વચ્ચેની દૈનિક પેસેન્જર ટ્રેનોને આગામી સૂચના સુધી 04 માર્ચ 2021 થી અનારક્ષિત (Unreserved) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો માટેની ટિકિટ હવે તમામ સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. આ ટ્રેનોમાં સિઝન ટિકિટની સુવિધા હજી નથી. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 ટ્રેન નંબર 09528/09527 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક

    ટ્રેન નંબર 09528 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 કલાકે ઉપડે છે અને સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગર પહોંચે છે. પરતમાં, ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક સુરેન્દ્રનગરથી 18:30 વાગ્યે ઉપડે છે અને 23 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.

 ટ્રેન નંબર 09534/09533 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક

    ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક ભાવનગર ટર્મિનસથી 14:00 વાગ્યે ઉપડે છે અને 18:05 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચે છે અને ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક સુરેન્દ્રનગરથી 09:40 વાગ્યે ઉપડે છે અને 13:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.

    ઉપરોક્ત બંને ટ્રેનો ભાવનગર પરા, વરતેજ, ખોડિયાર મંદિર, સિહોર, સોનગઢ, સણોસરા, ધોલા, ઉજ્જલવાવ, અલમપર, નિંગાલા, લાઠીદડ, બોટાદ, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સીટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર બંને દિશામાં રોકાય છે.

માશૂક અહમદ

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક                                                     

ભાવનગર પરા

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV