સુરેન્દ્રનગર કલેક્ટર ઓફીસ માં કોન્ટ્રાક ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત પગાર ન ચૂકવાતો હોવાની ફરીયાદ

સુરેન્દ્રનગર કલેક્ટર ઓફીસ માં કોન્ટ્રાક ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત પગાર ન ચૂકવાતો હોવાની ફરીયાદ
સુરેન્દ્રનગર કલેકટર ઓફિસમાં અંદાજીત 100 થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ માસથી કલેક્ટર ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓને પગાર આપવામાં ન આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની આર્થિક પરિર્સ્થિતિ કથળી બની જવા પામી છે
મોંઘવારીના જમાનામાં ત્રણ માસથી પગારથી વંચિત રહી ગયેલા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી બની જવા પામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં ગાયત્રી કોન્ટ્રાક્ટ નામના કોન્ટ્રાક્ટર હેઠળ 100 થી વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવી રહ્યા છે નિયમિત પણે કલેકટર ઓફીસ નું કામ કરી રહ્યા છે તે છતાં પણ છેલ્લા ત્રણ માસથી પગારની ચૂકવણી કરવામાં ન આવતા કલેક્ટર ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે જેમાં ખાસ કરી મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર ચૂકવવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર કલેકટર ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરફથી કિર્તીભાઈ નામના વ્યક્તિ ફરજ બજાવી રહ્યા છે ત્યારે કિર્તીભાઈ જોડે આ બાબતની વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ની રકમ ચેક મારફતે ન આવેલ હોય તેને કારણે છેલ્લા ત્રણ માસથી પગારની ચૂકવણી કરવા અસમર્થ નીવડ્યા છીએ.
