National  News 

મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુજીની બ્રહ્માકુમારીઝ ડેલીગેશને રાજભવન, ગાંધીનગરમાં લીધી શુભેચ્છા મુલાકાત.

રાષ્ટ્રપતિજીને વૈશ્વિક શાંતિ અને ભાઈચારા નું પ્રતીક  'શાંતિ સ્તંભ' ની આપી અણમોલ યાદગાર ભેટ.

ગાંધીનગર.
    રાષ્ટ્રીય ઇ વિધાન એપ્લિકેશન NeVA ના લોકાર્પણ- માટે ગુજરાત પધારેલ મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુરમુજીએ ૧૩ સપ્ટે.૨૩ ના બપોરે ૧૨ વાગે રાજભવન ગાંધીનગર ખાતે બ્રહ્માકુમારીઝ ડેલીગેશનને  શુભેચ્છા મુલાકાત આપી હતી.
વધુ માહિતી આપતાં મીડિયાના ભારત શાહ તથા રાજેશ ભોજક એ જણાવ્યું હતું કે..
       ..બ્રહ્માકુમારીઝ, સેક્ટર.૨૮, ગાંધીનગર પ્રભારી રાજયોગીની કૈલાશ દીદીજીની આગેવાનીના આ ડેલીગેશનમાં રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના યુવા પ્રભાગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને બ્રહ્માકુમારીઝ મહાદેવનગર અમદાવાદ સબઝોન પ્રભારી રાજયોગિની ચંદ્રિકા દીદીજી,  મહિલા પ્રભાગના રાષ્ટ્રીય સંયોજીકા અને બ્રહ્માકુમારીઝ આંબાવાડી અમદાવાદ સબઝોન પ્રભારી રાજયોગિની શારદા દીદીજી, ઓમશાંતિ સ્કુલ અને કોલેજ મોરબી/ રાજકોટના માલિક અને જાણીતા સમાજ સેવી ભ્રાતા ઠાકરસીભાઈ ડી પટેલ  તથા બારકલેય બેન્ક લંડનના પૂર્વ ગ્લોબલ ડાયરેકટર, ઈસરો સાયન્ટિસ્ટ અને ગ્લોબલ હોસ્પિટલ માઉન્ટ આબુના વર્તમાન ટ્રસ્ટીશ્રી બી.કે.રશ્મિકાંત આચાર્ય પણ સામિલ હતા.
     બ્રહ્માકુમારીઝ ડેલીગેશન દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીનું પુષ્પગુચ્છ અને શૉલથી ભાવભીનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ મહામહિમે બ્રહ્માકુમારીઝની પાટનગર ગાંધીનગર અને ગરવી ગુજરાતમાં વિશાળ પાયે થઈ રહેલ અનેકાનેક આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ પર રસ પૂર્વક ઉડતી એક નઝર કરેલ. ડેલીગેશન દ્વારા આપવામાં આવેલ 'વિશ્વ શાંતિ' અને 'ભાઈચારા' નું પ્રતિક 'શાંતિ સ્તંભ' ની ભેટ અનેરા આનંદ સાથે સ્વીકારતા રાષ્ટ્રપતિજી શિવબાબાની યાદમાં ખોવાઈ ગયેલ.
     મહામહિમે અત્રે જણાવેલ કે હું જ્યાં પણ જાઉં છું બ્રહ્માકુમારીઝની મારી બહેનો દ્વારા મારું સ્વાગત અભિવાદન કરી મારો આધ્યાત્મિક હોંસલો બુલંદ કરવામાં આવે છે તેની મને ઘણી જ ખુશી છે.



Posted By:ADMIN






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV