Gujarat  News 

પાટડીમાં સુચિત બસ સ્ટેશન અને એ ટી એમ વોટર કુલર નું લોકાર્પણ કરવામાં આવ્યું...

લોકેશન... પાટડી..

સ્લ ગ...

પાટડીમાં સુચિત બસ સ્ટેશન અને એ ટી એમ વોટર કુલર નું લોકાર્પણ કરવામાં આવ્યું...

એંકર...

પાટડી નગરપાલિકા દ્વારા  ચાર રસ્તા પર સુચિત બસ સ્ટેશન અને વોર્ડ મુજબ છ જગ્યાએ એટીએમ વોટર કુલર મુકતા પ્રજાજનોમાં ખુશીની લહેર જોવા મળી..

વી.ઓ...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આજના સ્વાતંત્ર પર્વના દિવસે પાટડી નગરપાલિકા તરફથી પ્રજાજનોને બસ સ્ટેશન અને એ ટી એમ વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. પાટડીમાં ઘણા વર્ષોથી નવું બસ સ્ટેશન તો બન્યું છે પરંતુ તે ચાલુ હાલતમાં ન હતું અને ગામથી થોડું દૂર હોઈ લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા ગુજરાત એસટીના સહયોગથી ચાર રસ્તા પર સૂચિત બસ સ્ટેશન અને છ જગ્યાએ એ ટી એમ વોટર કુલર નું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મૌલેશ ભાઈ ના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જગદીશભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પાટલી નગરપાલિકાએ એટીએમ વોટર કુલર મૂકીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને રોડ, પાણી, વીજળી જેવી સુવિધાઓમાં જિલ્લામાં પાટડી નગરપાલિકા મોખરે છે તેમ જણાવ્યું હતું. જ્યારે મૌલેશ ભાઈએ જણાવ્યું હતું કે પાટલી નગરમાં છ જગ્યાએ એટીએમ વોટર કુલર મૂક્યા છે જેમાં માત્ર એક રૂપિયાનો સિક્કો નાખવાથી એક લીટર શુદ્ધ ઠંડુ મિનરલ પાણી મળશે અને પાંચ રૂપિયામાં ૨૦ લીટર પાણી મળશે. તેનો લાભ પાટડી નગર સહિત આજુબાજુના ગામોમાંથી આવતા તમામ લોકોને મળશે. અને ગુજરાત સરકાર દ્વારા પાટલી નગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેથી આગામી સમયમાં પાટડી નગરપાલિકા વિકાસની હરણફાળ ભરસે તેમ જણાવ્યું હતું.



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV