Gujarat  News 

પાટડીમાં આવેલ એસ સી અને એસ ટી ની ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા ધરણા પર બેઠા...

પાટડીમાં આવેલ એસ સી અને એસ ટી ની ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા ધરણા પર બેઠા...

એંકર...

પાટડી માં આવેલ એસ સી અને એસ ટી સમાજના લોકોને આજીવિકા માટે આપેલી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉભું કરાયું.....

જે બાબતે અરજદારો છેલ્લા ઘણા  વર્ષથી પોતાની જમીન પાછી મેળવવા માટે લડી રહ્યા છે..

જે બાબતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કલેકટરને ઓનલાઇન રજૂઆત પણ કરેલ છે....

વી.ઓ.....

પાટડી માં આવેલ એસ સી એસ ટી  સમાજ ના લોકોને આજીવિકા માટે મળેલ ખેતી ની જમીન  ઉપર વર્ણીન્દ્રધામ સ્વામીનારાયણ મંદિર નિર્માણ પામેલ છે. જે જમીન વાલજીભાઈ કાનજીભાઈ ચૌહાણ અને વિજય મનહરલાલ ભીલ ના   સંયુક્ત નામે ચાલે છે .અને ૭/૧૨ અને ૮ માં  પણ તેઓના નામ ચાલે છે . જે જમીન પર જમીનદારની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ ઉભું કરેલ છે. જે બાબતે અરજદારો વર્ષોથી લગતા વળગતા તંત્રને રજૂઆત કરી રહ્યા છે અને લેન્ડ ગ્રેવિંગ હેઠળ રજૂઆત પણ કરેલ હોવા છતાં આજદિન સુધી કોઈ જ ન્યાય ન મળતા આ ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવા સામે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી પોતાની જમીન પાછી લેવા માટે આજે અરજદારો અને પરિવારો સહિત સમાજના લોકો પાટડી સેવા સદન પાસે એક દિવસના ધરણા પર બેઠા હતા. અને જો થોડા દિવસોમાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કલેકટર કચેરી સુરેન્દ્રનગર ખાતે ધરણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બાઈટ છે...



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV