Gujarat  News 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

 ભાવનગરના સરકારી કર્મચારીઓ રમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવશે 

જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત માઉન્ટેડ યુનિટ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે જિલ્લા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૨૬/૧૧/૨૦૨૧ થી તા.૨૮/૧૧/૨૦૨૧ દરમ્યાન આયોજીત કરવામાં આવી છે. 

ભાવનગરના સરકારી કર્મચારીઓએ કોરોના અને ત્યારબાદ તાઉ’તે વાવાઝોડા વખતે તેમની કામગીરીનું કૌવત બતાવેલું જ છે. હવે આ કર્મચારીઓ અને અધિકારીઓ રમતના મેદાનમાં તેમની શારીરિક સ્ફૂર્તિ અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે. સરકારી કર્મચારીઓ શારીરિક ચુસ્ત- દુરસ્ત રહે તો જ તેઓ પોતાની પૂરતી ક્ષમતાથી કાર્ય કરી શકે. આવી સ્પર્ધાઓથી ટીમ વર્ક અને સંઘભાવનાના ગુણો કેળવાતાં હોય છે. 

આ સ્પર્ધા માઉન્ટેડ યુનિટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એમ.કે.બી.યુનિવર્સિટી, ભાવનગર ખાતે યોજાશે. દરેક મેચ ૧૦ ઓવરની રમાડવામાં આવશે. આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની કલેકટર કચેરી, પોલીસ અધિક્ષક કચેરી, જિલ્લા પંચાયત કચેરી મળીને કુલ ૩૪ વિવિધ સરકારી કચેરી તથા વિભાગના કર્મચારીઓએની ટીમો ભાગ લઇ રહેલ છે. આ ટેનીસ બોલ ટુર્નામેન્ટની મેચ સવારે ૦૭:૦૦ કલાક થી શરૂ થશે.



Posted By:Vipul Kumar Chouhan






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV