Gujarat  News 

શહેરોના વિકાસ કામોને વેગવંતા કરવા મ્યુ.ફાઇનાન્સ બોર્ડની ઝુંબેશ:રાજકોટમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાંટ સંબંધિત કામોની સમીક્ષા કરતાં બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી.

  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની નિગરાની હેઠળ વાર્ષિક રૂ. ૮ હજાર કરોડ ફાળવણીથી સર્વસમાવેશક વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે: શ્રી ધનસુખભાઇ ભંડેરી.

  આગવી ઓળખ યોજના હેઠળ મ્યુનિસિપાલટીઓને કેટેગરી વાઇઝ રૂ. ૨ થી ૫ કરોડ અપાશે: શ્રી ધનસુખભાઇ ભંડેરી.

  ગુજરાત સરકાર અને ફાઈનાન્સ બોર્ડના નગરપાલિકાઓના વિકાસને આગળ વધારતા ઉદાત પરિપત્રો ઠરાવોને આવકારતા રાજકોટ ઝોનની નગરપાલિકાના પદાધિકારીઓ: રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

રાજકોટ તા.૨૫ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરીએ આજે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકૂળના સભાખંડમાં સૌરાષ્ટ્રનારાજકોટ ઝોનની 30 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સભ્યો સહિતના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ અને સંબંધિત કામોની સમીક્ષા કરી વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

      શ્રી ધનસુખભાઇ ભંડેરીએ સૌરાષ્ટ્ર ના રાજકોટ ઝોનના 30 નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોમાં સર્વ સમાવેશક વિકાસ કાર્યો થાય તેમજ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાઓને પૂરતું ફંડ આપી રહી છે. વાર્ષિક રૂપિયા 8 હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે.

  આ તકે દરેક નગરપાલિકાઓને શ્રી ધનસુખભાઇ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસાર ની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી ધનસુખભાઈએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવો નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં માં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ધરદીઠ રૂપિયા ૭૦૦૦ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ ૨૫ હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે. આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ અ વર્ગની નગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, બ વર્ગને રૂપિયા ૪કરોડ, ક વર્ગને રૂપિયા ૩ કરોડ અને ડ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ ૮૪૦૦ કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં ૧૩૨૯ કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ૧૪ અને ૧૫ માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

     શહેરોમાં વધુને વધુ સુવિધાઓ ઊભી થાય તે માટે વ્યાપક વિકાસ કાર્યો માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સુધારેલા પરિપત્રો નિર્ણય અંગે ની માહિતી જાણી રાજકોટ ઝોનના નગરપાલિકાના હોદ્દેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી વિકાસના કાર્યો માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં બોર્ડના સીઈઓ શ્રી પટનીએ નગરપાલિકા વાઇઝ પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા સમજણ આપી હતી કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ઝોન રિજિયોનલ કમિશનર શ્રીઘીમંતકુમાર વ્યાસે ઝોનની પ્રગતીશીલ કામગીરી ની માહિતી આપી આજની સમીક્ષા બેઠક નો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. આ બેઠકમાં રિજિયોનલ કચેરીના અધિક્ કલેકટર શ્રી ચૌધરી, ચીફ ઓફિસર શ્રી તીલક શાસ્ત્રી, બોર્ડની કચેરી ગાંધીનગર ના શ્રી નટુભાઈ દરજી સેક્રેટરી , ભાવિનભાઈ,ધીરેનભાઇ સિદ્ધ સહિતના અધિકારીઓ અને નગરપાલિકાના હોદેદારોને ઉપસ્થિત રહ્યા હતા.Posted By:Vipul Kumar Chouhan


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV