Gujarat  News 

મહુવા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

મહુવા પોલીસ સ્ટેશનના રૂપિયા ૨૬,૫૯,૨૩૨/- ના ગુન્હાહીત વિશ્વસ ઘાત અને ઠગાઇના ગુન્હામાં છ મહિના થી નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૭૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી તાહેરઅલી અકબરઅલી માસારોડવાલા રહે.ભરૂચ વાળો હાલ બ્લોક નં.૪૦૬, ચોથોમાળ, નેશનલ પ્લાઝા, સંગ્રામપુરા, સુરત ખાતે રહે છે.જે બાતમી આધારે  પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી સુરત ખાતે આવી બ્લોક નં.૪૦૬, ચોથોમાળ, નેશનલ પ્લાઝા, સંગ્રામપુરા, સુરત ખાતે આરોપીના હકીકત વાળા ફલેટે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેનુ નામઠામ પુછતા તાહેરઅલી અકબર અલી માસારોડવાલા ઉ.વ.૨૮ ધંધો કુરીયર માં નોકરી રહે.મુળ ભરૂચ હાલ બ્લોક નં.૪૦૬, ચોથોમાળ, નેશનલ પ્લાઝા, સંગ્રામ પુરા, સુરત વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવા ની કબુલાત કરતા જે બાબતે ખરાઇ કરતા મજકુર આરોપી *મહુવા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૭૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦* વિ. મુજબ ના કામે નાસતો ફરતો આરોપી હોય, જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી.ભાવનગરને સોપી આપેલ છે. 

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબ ની તથા પો.સ.ઇ. શ્રી આર.વી.ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર. આહિર તથા એમ.પી.ગોહિલ તથા વી.બી.ખુમાણ તથા પો.કોન્સ. તરૂણ ભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા. પો.કોન્સ. હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV