Gujarat  News 

ભારતીય જનતા પાર્ટી વતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી ૨૪ જાન્યુઆરીના રોજ નિરીક્ષકો લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે -

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સંપૂર્ણ સજ્જ થઈ ઇલેક્શન મોડમાં આવી ગયું છે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ તરફથી નિરીક્ષકોના નામની જાહેરાત થઈ  ગયા બાદ નિયુક્ત નિરીક્ષકશ્રીઓ સર્વશ્રી મોહનભાઇ કૂંડારિયા (સંસદશ્રી), શ્રી જયંતીભાઈ કુવાડિયા (પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી), શ્રી ઝવેરિભાઈ ઠાકરાર (પ્રદેશ મંત્રીશ્રી), શ્રી હસમુખભાઈ હિંડોચા, શ્રી ભરતભાઇ કાનાબાર, શ્રી જૈમીનભાઈ ઉપાધ્યાય, શ્રી બીનાબેન આચાર્ય, શ્રી દર્શીતાબેન શાહ અને શ્રી અમીબહેન પરીખ એમ નવ નિરીક્ષકો આગામી ૨૪મી જાન્યુઆરીને રવિવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ, અકવાડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાવનગર મહાનગરની ચૂંટણી માટે શહેર ભા.જ.પા. કાર્યાલય પર ફોર્મ રજૂ કરેલા અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ને ક્રમશ એક પછી એક સાંભળશે જેમાં રુવાપરી ઝોન, તખતેશ્વર ઝોન અને ગૌરીશંકર ઝોન માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નવ નિરીક્ષકશ્રીઓ ત્રણ ત્રણ ની ટિમ માં સાંભળશે.

શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યાએ આજે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો દ્રઢ બન્યો છે અને પક્ષની વિચાર ધારાનો વ્યાપ જન-જન સુધી અને ઘર-ઘર સુધી પહોંચ્યો છે ત્યારે સ્વાભાવિક કાર્યકર્તાઓની ચૂંટણી લડવા માટેની અપેક્ષા અને ઈચ્છા વધી છે અને એને કારણે ફોર્મ અને ઉમેદવારી કરનાર કાર્યકર્તાઓની સંખ્યા પણ વધી છે જે સ્વાભાવિક છે ત્યારે ભાવનગર મહાનગર માટે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અને પ્રદેશ  અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા નિયુક્ત નિરીક્ષકોશ્રીઓ કાર્યકર્તા ની લાગણી, ભાવના અને રજૂવાતને સાંભળશે કાર્યકર્તા મુક્ત મને તેઓને મળી ટીકીટ માટેની તેમની દાવેદારી માટે રજુ કરશે 
ફોર્મ રજુ કરેલા તમામ કાર્યકર્તાઓને આગામી ૨૪ જાન્યુઆરી રવિવારના રોજ સવારે ૧૦/૦૦ કલાકે યોગ્ય રાજુવાત માટે પધારવા શહેર મહામંત્રીશ્રી યોગેશભાઈ બદાણી,   શ્રી અરુણભાઈ પટેલ, શ્રી ડી.બી.ચુડાસમા તમામ લોકોને અનુરોધ કરાયો છે તેમ શહેર પ્રવકતા આશુતોષ વ્યાસની અખબારી યાદીમાં જણાવાયું છે.



Posted By:Vijay Baraiya






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV