Gujarat  News 

ભાવનગર - પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પાક વેંચાણ માટે મળશે વધુ એક માધ્યમ

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પાક વેંચાણ માટે મળશે વધુ એક માધ્યમ

ભાવનગર બાદ હવે મહુવામાં પણ  શરૂ થશે અમૃત ખેડૂત બજાર

ભાવનગર તા.૨૨ : પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદન સીધા વેચાણ અર્થે આત્મ પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે “અમૃત ખેડૂત બજાર”નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવે છે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની પેદાશોના વેંચાણ માટે વધુ વિસ્તૃત બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી અમૃત બજાર હવે મહુવા ખાતે પણ શરૂ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા.૨૪/૦૧/૨૦૨૧ રવિવારના રોજ આ “અમૃત ખેડૂત બજાર”નું મહુવા ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણાના હસ્તે સવારે ૧૦:૦૦ કલાકે શુભારંભ કરવામાં આવશે.

આ “અમૃત ખેડૂત બજાર”મા ભાવનગર જીલ્લાના પ્રકૃતિક ખેતી કરતા લગભગ ૩૮ ખેડૂતોની જુદી જુદી ખેત પેદાશ જેવી કે અનાજ, કઠોળ, મરી મસાલા, શાકભાજી, ફળ ફળાદી, સિંગતેલ, દેશી ગોળ વગેરેનું જુદા જુદા ૧૫ સ્ટોલ ઉપરથી રવિવારે સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૫:૦૦ કલાક સુધી સીધું વેચાણ કરવામાં આવશે. તો “અમૃત ખેડૂત બજાર”ની બોહળી સંખ્યામાં શહેરી જનોને લાભ લેવા પ્રોજેકટ ડાયરેકરશ્રી, આત્મા દ્વારા જણાવાયું છે.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV