Gujarat  News 

બે દિવસ પુર્વે એ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાંથી ચોરાયેલ TVS એક્સેસ સ્કુટર સાથે બે આરોપી ને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન પોલીસ માટે આશિર્વાદ સમાન

બે દિવસ પુર્વે એ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાંથી ચોરાયેલ TVS એક્સેસ સ્કુટર સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

   ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી 

તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે જુના બંદરા રોડ મેલડીમાના મંદિર પાસેથી આરોપી (૧) અલ્ફાઝ ઉર્ફે લંબુ S/O અબુભાઇ બેલીમ ઉ.વ.૨૦ રહેવાસી મોતીતળાવ રોડ શેરી નંબર ૭-૮ ભાવનગર (૨) આફતાબ હુશેન મહંમદ હનીફ મલેક ઉ.વ. ૨૧ રહેવાસી રૂમ નંબર ૧૮૮, ગુ.હા.બોર્ડ કવાટર્સ, નારી રોડ, કુંભારવાડા ભાવનગર વાળાઓને એક શંકાસ્પદ રજીસ્ટ્રેશન કાગળો વિનાના TVS એક્સેસ સ્કુટર નંબર પ્લેટ વગરનું એન્જીન નંબર AF216106798 તથા ચેચીસ નંબર MB8DP11AHK8E90361 વાળા સાથે મળી આવતા સદર સ્કુટરના એન્જીન, ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી તપાસ કરતા આ સ્કુટરના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ 04 DK 9709 ના હોવાનું જણાઇ આવેલ અને સદર સ્કુટર બે દિવસ પહેલા એ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાંથી ચોરી થયેલ હોવાનું અને આ સ્કુટર ચોરી બાબતે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ રજીસ્ટર થયેલ છે. મજકુર આરોપી પાસેથી મળી આવેલ સ્કુટરની કિ.રૂ।.૫૦,૦૦૦/- ગણી કબ્જે લઇ અને આરોપીઓને તાબે લઇ ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 

  આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા હારીતસિંહ ચૌહાણ તથા વિશ્ર્વદિપસિંહ ઝાલા જોડાયા હતા.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV