ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની ભાવેણા મૂલાકાત સંદર્ભે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા શહેર કાર્યાલય પર સમીક્ષા બેઠક કરી

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા આજે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે પધાર્યા હતા અને આગામી ૧૭મી તારીખના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની આગામી મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને મહામંત્રીશ્રી યોગેશભાઈ બદાણી, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી ડી.બી.ચુડાસમા વગેરેની ઉપસ્થિતિમાં કરી હતી. જિલ્લા અધ્યક્ષ અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ તેઓની વરણી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવ્યા બાદ પ્રથમવાર તેઓ ભાવનગર પ્રથમવાર પધારતા શહેર કાર્યાલય ખાતે તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે ત્યાગ દિવસ છે આજના દિવસે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવેણાને રાષ્ટ્રના નામ કરી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં ધર્યું હતું ત્યારે શહેર ભા.જ.પા. વતી તેમની સ્મૃતિમાં પ્રાંત ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયાને મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા. પ્રાંત ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી એ આગામી ૧૭ તારીખના રોજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની ભાવનગર ખાતેની પ્રથમ મુલાકાતના કાર્યક્રમની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન કર્યું હતુ
