તાલાલા ના માધુપુર ગીરમાં સ્ટ્રીટલાઈટ વગર ઘણા વર્ષોથી ગામમાં અંધારપટ હોય તો સ્ટ્રીટલાઈટ નાખવા માંગ...

તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ લાઈટ નથી અને ગામની અંદર છેલ્લા ૨૮ દિવસ સુધી સિંહ સાંજના સમયે ગામમાં ઘૂસીને મારણ કરતા જે ધ્યાનમાં લઈને તારીખ ૧૪/૦૯ ના રોજ ટીમ ગબ્બર ગુજરાત દ્વારા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલાલા ગીર ને રૂબરૂ આવેદન આપી રજૂઆત કરવામાં આવી પણ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યારે સાંજના સમય પર પરિવારના સદસ્યોમાં ઘરનીબહાર નીકળવામાં મુશ્કેલી છે તંત્રની બેદરકારીના લીધે ગામલોકોને મુસીબત વધી છે ગામમાં હુમલો થશે અને કોઈપણ વ્યક્તિને કંઇપણ થશે તો સંપૂર્ણ જવાબદારી અધિકારી અને તંત્રની રહેશે જેની નોંધ લેવી બંધારણીય અધિકારી મળવો અમારો હક છે અને માધુપુર ગામમાં કોઈ પણ પોલ ઉપર સ્ટ્રીટલાઈટ છે જ નહીં અહીં ગામમાં સાંજે સાત વાગ્યા પછી ગામ આખું અંધારપટ છવાઈ જાય છે અને માધુપુર ગામમાં
વારે ઘડીએ સિંહો મારણ પણ કરે છે
અહીં ગામલોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં સ્ટ્રીટલાઇટો છે જ નહીં
અને માધુપુર ગામ માં હાલાકી બહુ જ ભયાનક જેવી છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રે કોઈ પણ પગલા લીધેલ નથી જેથી માધુપુર ગામ માં વહેલી તકે સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તો ગામની સમસ્યા હલથઈ શકે છે જેવી ગામ લોકોની માગણી છે કે વહેલી તકે સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તો ગામની સમસ્યા હલ થઈ શકે છે તેમ જણાવેલ
