Gujarat  News 

વડનગર ખાતેના તાનારીરી મહોત્સવ-૨૦૨૦નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણી

મહેસાણા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાનારીરી મહોત્સવ-૨૦૨૦નો ઇ-પ્રારંભ કરાવતા જણાવ્યુ કે, ગુજરાતે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કે એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ નહિ પરંતુ તેની સાથો સાથ કલા, સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા ઉભી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલની  ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઇને વડનગર ખાતે યોજાઇ રહેલા તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યુ હતુ. તેમણે તાનારીરી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટ્સનો પણ શુભારંભ આ અવસરે કરાવ્યો હતો

 

 

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાનારીરી મહોત્સવ એ તજજ્ઞ સંગીતજ્ઞો અને સંગીતરસીકો માટે એક અભૂતપૂર્વ આકર્ષણ બન્યો છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં તેની ખ્યાતી વિસ્તરી છે અને  ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ મહોત્સવ સ્થાન પામ્યો છે, તે ખાસ કરીને ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ  કહ્યુ કે ગુજરાતમાં કલા-સાહિત્ય અને સંગીત ક્ષેત્રની પાંગરતી પ્રતિભાઓને વિશાળમંચ આપવા કલા મહાકુંભનું આયોજન કરીને ૧૧ લાખ ૩૮ હજાર જેટલા લોકોને કલા કૌશલ્યની તક આપી છે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ના વર્ષથી આ તાનારીરી મહોત્સવ શરૂ કરાવીને આધ્યકવિ નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાના અને રીરીના સંગીત અને ગાયન ક્ષેત્રના ઇતિહાસને હાલની પેઢી સમક્ષ ઉજાગર કરી અમરત્વ બક્ષ્યુ છે.

૨૦૧૦ના વર્ષથી દેશના અને ગુજરાતના  સુપ્રસિદ્ધ મહિલા સંગીત અને ગાયન કલાકારોને તાનારીરી પુરસ્કારથી સન્માનિત કરવાનો ઉપક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યો અને તેને આપણે કોરોનાના આ સંક્રમણકાળ વચ્ચે પણ ડીજીટલી મહોત્સવથી જાળવી 

રાખ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કલા-સાહિત્ય-સંગીત સાથો સાથ નાટક, પેઇન્ટીંગ, ફોટોગ્રાફી અને શિલ્પકલા ક્ષેત્રોમાં પણ સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પૂરસ્કાર આપીએ છીએ તેમ ગૌરવસહ જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યના યાત્રાધામો સોમનાથ, દ્વારકા, ડાકોર, અંબાજી, શામળાજી, ઉનાઇ, ચોટીલા, ખોડિયાર અને શુકલતીર્થ માટે વિવિધ ઉત્સવોનું આયોજન કરીએ છીએ એટલુ જ નહિ પાટણની રાણકી વાવ અને મોઢેરાના સૂર્યમંદિરમાં પણ શાસ્ત્રીય ગાયન અને ઉત્તરાર્ધ ઉત્સવથી આપણે સંગીત કલા સંસ્કૃતિની ધરોહરને વધુ ઉજ્જવળ બનાવી છે અને જે સર્જનાત્મક શક્તિ કલાકારોમાં ઇશ્વરે આપી છે તેને વધુ પ્રોત્સાહીત કરીએ છીએ.

મુખ્યમંત્રીશ્રીએ તાનારીરી એવોર્ડ-૨૦૨૦ અંતર્ગત સુપ્રસિદ્ધ ગાયિકા સુ.શ્રી અનુરાધા પોંડવાલ અને સુ.શ્રી વર્ષાબેન ત્રિવેદીને એવોર્ડથી પુરસ્કૃત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાના-રીરી પર્ફોમીંગ આર્ટસ કોલેજનો ઇ-શુભારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી હસ્તે ગાંધીનગર ખાતેથી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ સંયુક્ત પણે સુશ્રી અનુંરાધા પૌંડવાલ મુંબઇ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદી ભાવનગરને અર્પણ કરાયો હતા

આ ઉપરાંત  ઇ-માધ્યમ દ્વારા તાના-રીરી  મહોત્સવનો અને પર્ફોમીંગ આર્ટસ કોલેજનો શુંભારંભ મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી  નિતીનભાઇ પટેલે અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

     અત્રે ઉલ્લખનીય છેકે તાના-રીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ વડનગર ખાતે ડિપ્લોમા અનુંસ્નાતક કક્ષાના નૃત્ય વિભાગમાં ભરત નાટ્યમ,કથ્થક અને વાધ ગાયન વિભાગમાં હાર્મોનિયમ,ગિટાર,તબલા,વાસંળીવાદન,વાયોલીન,કી-બોર્ડના અને શાસ્ત્રીય ગાયનના અભ્યાસક્રમો શરૂ થનાર છે.

        તાના-રીરી મહોત્સવમાં વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવાની શરૂઆત કરાઇ હતી. આ એવોર્ડમાં રૂ. ૦૫ લાખની રાશી (સંયુક્ત રીતે રૂ ૦૨.૫૦ રૂપિયા) ,તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે.

 

 

 

 

 

 

 

            પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મેંગેશ્કરને,બીજા વર્ષે  ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણશ્રી ગિરીજાદેવીને,૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર,૨૦૧૩-૨૦૧૪માં સુશ્રી બેગમ પરવીન સુલતાના,૨૦૧૪-૨૦૧૫માં સુશ્રી સ્વર યોગીની ડો,પ્રભા અત્રે, ૨૦૧૫ - ૨૦૧૬ માં શ્રીમતી વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડો શ્રીમતી લલીત  જે રાવ મહેતા બેંગ્લોરને, ૨૦૧૬-૨૦૧૭નો એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલને,૨૦૧૭-૨૦૧૮નો સંયુક્ત રીતે પદ્મભૂષણ ડો.શ્રીમતી એન.રાજમ અને  સુશ્રી વિદુષી રૂપાંદે શાહને અને ૨૦૧૮-૨૦૧૯નો સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અર્પીત કરાયો હતો

            આ મહોત્સવમાં સુશ્રી અનુંરાધા પૌંડવાલ,સુશ્રી સાધના સરગમની સાથે શ્રી અભિષેક જોષી,શ્રી પૃથ્વી કડી, ,સુશ્રી વર્ષાબેન ત્રિવેદી,શ્રી પંડિત વિજયકુમાર ગંગાધર સંત,શીતલ બારોટ નૃત્યકલા એજ્યુકેશન ટ્રસ્ટના કલાકારો  સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

આ  મહોત્સવમાં ઓનલાઇન માધ્યમથી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ.અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ જોડાયા હતા.

આ મહોત્સવમાં વડનગરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદામીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ,ધારાસભ્ય સર્વેશ્રી ડો આશાબેન પટેલ,અમજલમજી ઠાકોર,રમણભાઇ પટેલ,ઋષિકેશભાઇ પટેલ,નર્મદા નિગમના ડિરેક્ટર વી.વી.રાવલ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના વાઇસ ચાઇન્સલેર શ્રી વોરા સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંગીત મહોત્સવમાં કલારસિકો સંગીત,મર્મજ્ઞો અને તાલના સમર્થકો કલાકારોના સ્વર અને સૂરમાં તલ્લીન બની ગયા હતા.Posted By:Jitendra J. Dave


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV