Gujarat  News 

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કરફયુ લગાવવા બાબતે જાણો જિલ્લા ક્લેક્ટરે શું કહ્યું?

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કરફયુ લગાવવા બાબતે જાણો જિલ્લા ક્લેક્ટરે શું કહ્યું?

જિલ્લામાં અત્યારે કરફયુ લાગવાની કોઈ શક્યતા નથી: જિલ્લા ક્લેક્ટર
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના દિવસોમાં કોરોનાએ ઉથલો માર્યો છે. જિલ્લામાં તહેવારોના પાંચ દિવસોમાં 100થી વધુ કેસો નોંધાયા છે. જયારે અમદાવાદમાં તો કોરોનાના કેસ રોકેટ ગતીએ વધતા અમદાવાદમાં શુક્રવાર રાત્રીના 9 કલાકથી 57 કલાક સુધીનો કરફયુ જાહેર કરાયો છે.

આ ઉપરાંત સોમવારથી દરરોજ રાતના 9 થી સવારના 6 સુધી કરફયુ લગાવવામાં આવનાર છે. આ વાત ફેલાતા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરફયુ લાગશે કે કેમ તે વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

તેઓએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજના 1500ની આસપાસના ટેસ્ટમાંથી એવરેજ 20 થી 25 પોઝીટીવ આવે છે. જેમાંથી 15થી વધુ લોકોને શંકાસ્પદ લક્ષણો જ દેખાતા હોય છે. આ ઉપરાંત કોરોનાના જે કેસો નોંધાય છે. તેમાંથી 80 ટકા લોકો હોમ આઇસોલેશનમાં રહેવાનું પસંદ કરે છે.

જિલ્લામાં કોરોનાથી વધતા મોત અંગે તેઓએ ચિંતા વ્યકત કરતા જણાવ્યુ કે, આ બાબતે લોકોએ જાગૃત થવાની જરૂર છે. કોરોના છેલ્લા સ્ટેજે હોય ત્યારે દર્દી હોસ્પિટલાઇઝ થાય છે. અને તેમાં પણ 60 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓ જ મોટાભાગે હોય છે. આથી લોકોને વહેલાતકે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે.



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV