Gujarat  News 

સાબરકાંઠા: નવાચામું ગામે વર્ષોજુની જર્જરિત પાણીની ટાંકી ઉતારવાનો તંત્ર પાસે સમયનો અભાવ.

પાણીની ટાંકી નીચે વસવાટ કરનારા રહીશોના જીવ પડીકે બંધાયા.

*નોન યુઝ પાણીની ટાંકી હાલમાં પંચાયત દ્વારા પાણીભરી યુઝ કરવામાં આવી રહી છે.*


વડાલી તાલુકાના નવાચામું ગામે પીવાના પાણી માટે વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી આ પાણીની ટાંકી આખાય ગામને પીવાનું પાણી પૂરું પાડતી હતી જ્યારે જેમજેમ સમય જતો થયો તેમતેમ આ પાણીની ટાંકી જર્જરિત થવા માંડી જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી આ પાણીની ટાંકી જર્જરિત અને ખખડધજ જોવા મળી રહી છે ટાંકીની બાજુમાં સરકાર દ્વારા બીજી નવી પીવાના પાણી માટે ટાંકી બનાવી આપવામાં આવી છે ત્યારે હજુએ જોવા જાઈએતો આ ખખડધજ જર્જરિત થઈ ગયેલ પાણીની ટાંકીમાં પંચાયત દ્વારા પાણી ભરવામાં આવે છે પંચાયત દ્વારા ગામોને પીવાનું પાણી પૂરું પડતા કુવાઓને સાફ સફાઈ કરવામાં આવતા નથી જ્યારે અહીં જોવા જાઈએતો આ ટાંકી આજ પડે કાલ પડે તેમ છે ટાંકીને અડીને કેટલાક પરિવારો વસવાટ કરે છે આ ગામ જૂનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે જ્યારે ગ્રામજનો દ્વારા કેટલીય વાર જર્જરિત પાણીની ટાંકી દૂર કરવા ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરપંચ અને તલાટી બાબુઓને લોકોના જીવની કોઈજ પડી નથી જેથી રજૂઆતોને આંખ આડા કાન કરી સમય વિતાવી રહ્યા છે જ્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આ માટે જવાબદાર કોણ? આમાં ગામની નિર્દોષ ગરીબ અને અભણ પ્રજાનો શુ વાંક પાણીની ટાંકીની બાજુમાં વસવાટ કરનારા પરિવારો પોતાના જીવ પડીકે બાંધીને રાત દિવસ સતત ચિંતામાં રહે છે જો તંત્ર દ્વારા તાકીદે જર્જરિત પાણીની ટાંકી હટાવવા નહિ આવે તો અમદાવાદના બોપલ જેવી ઘટના બનતા વાર નહિ લાગે જેથી ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે સત્વરે જર્જરિત પાણીની હટાવવામાં અને લોકો સુરક્ષિત પોતાના પરિવારો સાથે વસવાટ કરી શકે.

 


*આ બાબતે ગામના સરપંચ દ્વારા ગલ્લા તલ્લા કરી વાતને ટાળી.*

*[ જૂનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગીરીશભાઈ ઠાકરડા ને આ બાબતે પૂછતાં જણાવવામાં આવ્યું કે થોડો સમય જવાદયો કોરું પડે એટલે ટાંકી ઉતરાવી લઈએ છીએ  જ્યારે છેલ્લા કેટલાંય સમયથી ટાંકી જર્જરિત ઉભી છે તો શું ત્યારે કોરું નહોતું.]*



Posted By:Prafull P Barot






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV