Cg  News 

જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧ સહિત કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલા, શુક્રવાર:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૫૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૫૨૪ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૭ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૩૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૨૫ દરદીઓ સહિત કુલ ૪૬૧ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૭ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૧૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૮ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૯ દરદીઓ સહિત કુલ ૬૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૬૧ સહિત કુલ ૨૯૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૫,૨૫૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૩૪ દરદીઓ, તાવના ૨૫ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૧૦૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૨૯,૮૮૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૩૫,૨૯૪ લોકોને વિતરણ કરાઇ છે.     



Posted By:Mehul Bhatt






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV