૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે

ભાવનગર તાઃ ૧૩ : ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહ નિમિત્તે ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે યોજાશે. જેમા ધ્વજવંદન વિધિ બાદ પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરિયર્સનું અભિવાદનન તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
