સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અંદ્રોખા મા એસીબીની સફળ ટ્રેપ

એસીબી સફળ ટ્રેપ કેસ
ફરીયાદી-
એક જાગૃત નાગરીક
આરોપી-
ગીરીશ લક્ષ્મણભાઈ પટેલ, વર્ગ-૩,,
તલાટી કમ મંત્રી, અંદ્રોખા ગ્રુપ ગ્રામ પંચાયત તા.વિજયનગર જી. સાબરકાંઠા.
લાંચની માંગણીઃ-
રૂ.૧૦,૦૦૦/-
લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ.૧૦,૦૦૦/-
લાંચની રીકવરીની રકમઃ- રૂ.૧૦,૦૦૦/-
ટ્રેપ નુ સ્થળઃ-
અંદ્રોખા ગ્રુપ ગ્રામ પંચાયત ની કચેરી તા.વિજયનગર જી. સાબરકાંઠા
ટ્રેપની તા.૧૦/૦૮/૨૦૨૦
ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ફરીયાદીને મિલ્કતમાં વારસાઈ કરાવવાની હોય જે અંગે પેઢીનામુ તેમજ વારસાઈમાં નામ દાખલ કરાવવાની કાર્યવાહી કરવા અંદ્રોખા ગ્રુપ ગ્રામ પંચાયત માં જતા આ કામના આક્ષેપિતએ રૂપિયા ૧૦,૦૦૦/- ની માંગણી કરેલ.
આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.મા ફરીયાદ કરતા એસીબી એ ગોઠવેલ લાંચના છટકા માં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી: શ્રી સી.ડી.વણઝારા પોલીસ ઇન્સ્પેકટર,
એ. સી. બી. પો.સ્ટે.અરવલ્લી
સુપરવિઝન અધિકારી:- શ્રી એ.કે.પરમાર
મદદનીશ નિયામક, એ.સી.બી. ગાંધીનગર એકમ,
