તળાજા પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૨૦/૨૦૧૮ I.P.C. કલમ ૩૬૩, ૩૬૬ (વાલીપણામાંથી અપહરણ) મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અયુબભાઇ અબ્દુલભાઇ જુણેજા/સિપાઇ ઉ.વ.૩૧ રહેવાસી મસ્જીદ શેરી વડલા પાસે પાવઠી ગામ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વાળાને તળાજા, મહુવા ચોકડી ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પી.આર.ગોહિલ તથા હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. ભરતભાઇ સાંખટ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.
