Gujarat  News 

૧૧મી ઓગસ્‍ટ-‘મહિલા કર્મયોગી દિવસ

વલસાડ જિલ્લામાં મહિલા શકિતકરણ પખવાડિયાની ઉજવણી  કોરોના વાઇરસની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી માત્ર ઇ-માધ્‍યમથી કરવામાં આવી રહી છે. તા.૧૧/૦૮/૨૦૨૦નો દિવસ ‘મહિલા કર્મયોગી દિવસ' તરીકે ઉજવાશે. આ દિવસે મહિલાઓ માટે બંધારણમાં કાયદાઓ વિશે માહિતી મેળવીએ.

• મહિલા અનામત માટેના કાયદાઓ

• ભારતનું બંધારણસ્ત્રીઓને ફક્‍ત સમાનતા જ આપતું નથી; પરંતુ મહિલાઓની તરફેણમાં તે રાજયને સમર્થ બનાવે છે. જેથી દરેક રાજય મહિલાઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રમાં થતા લાભો માટે અલગ-અલગ પગલાં અપનાવે છે.

• કલમ-૨૪૩ (ડી) (૩) અનુસાર કુલ બેઠકોની પચાસ ટકાથી ઓછી નહી  (અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્‍યા  સહતિ) એટલી મહિલા અનામત બેઠકો દરેક પંચાયતમાં સીધી ચુંટણીથી ભરવી; અને આ બેઠકો પંચાયતના મતદાર વિભાગો મુજબ રોટેશનથી ફાળવવી. 

• કલમ-૨૪૩ (ડી)(૪) અનુસાર દરેક સ્‍તરે પંચાયતોમાં આવેલી કુલ અધ્‍યક્ષ ઓફિસો પૈકી મહિલાઓ માટે અનામત સંખ્‍યા પચાસ ટકાથી થી ઓછી ના હોવી જોઈએ.

• કલમ-૨૪૩ (ટી) (૩) અનુસાર નગરપાલિકામાં સીધી ચુંટણીથી ભરવાની થતી કુલ બેઠકોમાં મહિલાઓ માટે અનામત બેઠકો પચાસ ટકાથી ઓછી ના હોવી જોઈએ (અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્‍યા  સહતિ) અને આ બેઠકો નગરપાલિકાના વિવિધ મતદાર વિભાગોમાં રોટેશનથી ફાળવવાની હોય છે. 

કલમ-૨૪૩ (ટી) (૪) અનુસાર નગરપાલિકાઓમાં અધ્‍યક્ષની કચેરીઓ પૈકી અનુસૂચિત જાતિ માટે, અનુ. જન જાતિ માટે અને મહિલાઓ માટે રાજ્‍ય વિધાનસભા કાયદા દ્વારા પ્રદાન કરે તે મુજબ અનામત જગ્‍યાઓ ફાળવવામાં આવે છે. 

• કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩

આ કાયદો તા.૦૯/૦૧૨/૨૦૧૬ થી સમગ્ર ભારતમાં અમલમાં આવ્‍યો છે. જેમાં ‘ભોગ બનનારસ્ત્રી' એટલે કામકાજના સ્‍થળના સંબંધિત હોય એવી કોઇપણ ઉંમરનીસ્ત્રી કે જે નોકરીમાં હોય કે ન હોય અને તેણે સામેવાળા દ્વારા જાતીય સતામણીના કૃત્‍યનો આરોપ મુકેલ હોય. આ કાયદા અનુસાર કામકાજના સ્‍થળોએ મહિલાઓની જાતીય સતામણી-૨૦૧૩ની કલમ-૫ તથા કલમ-૬(ર) અંતર્ગત ૧૦ થી વધારે કર્મચારીઓ કામ કરતા હોય તેવી કચેરીમાં  ‘આંતરિક ફરિયાદ સમિતિ'(Internal Complaint Committee)ની રચના કરવી જરૂરી છે.  આ ઉપરાંત જયાં ૧૦ કરતા ઓછા કર્મચારીઓ હોય ત્‍યા દરેક જિલ્લા અધિકારી દ્વારા ‘સ્‍થાનિક ફરિયાદ સમિતિ'ની રચના કરવામાં આવે છે. જયા઼ નોકરીએ રાખનાર માલિકની વિરૂધ્‍ધમાં ફીરયાદો આ સમિતિ દ્વારા સ્‍વીકાર કરવામાં આવે છે. મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદ બનાવ બન્‍યાના ત્રણ મહિનાની અંદર ‘આંતરીક ફરિયાદ સમિતિ' અથવા ‘સ્‍થાનિક ફરિયાદ સમિતિ'ને કરવાની હોય છે.

આંતરીક કે સ્‍થાનિક ફરિયાદ સમિતિ તપાસ પૂર્ણ થયાના ૧૦ દિવસની અંદર તેનો રીપોર્ટ નોકરીએ રાખનાર માલિક અથવા જિલ્લા અધિકારીને આપશે અને નકલ સંબંધિત પક્ષકારોને આપશે. તેમજ આંતરીક કે સ્‍થાનિક ફરિયાદ સમિતિ દ્વારા જે વળતરની રકમ નક્કી કરવામાં આવશે તે ભોગ બનનારસ્ત્રીને ચૂકવવામાં આવશે



Posted By:Jitendra J. Dave






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV