Gujarat  News 

મહુવા તાલુકાના લુસડી ગામે શ્રાવણીયો જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૬૭,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

મહુવા તાલુકાના લુસડી ગામે શ્રાવણીયો જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૬૭,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરા રાહે હકિકત મળેલ કે, મહુવા તાલુકાના લુસડી ગામે ભગીરથભાઇ લાભભાઇ મહેતા રહે. લુસડી વાળાની વાડી પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૬ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા ભગીરથભાઇ લાભભાઇ મહેતા ઉ.વ.૪૫ રહે.લુસડી ગામ, તા.મહુવા તથા મનુભાઇ દેવાયભાઇ હડીયા ઉ.વ.૫૦ રહે.કિકરીયા ગામ, તા.મહુવા તથા ધીરૂભાઇ ટપુભાઇ ગીયડ ઉ.વ.૪૫ રહે.અમુલી, તા.રાજુલા તથા જાદવભાઇ ઉકડભાઇ કળસરીયા ઉ.વ.૬૧ રહે.બાબરીયાધાર, તા.રાજુલા તથા ભોપાભાઇ ભગવાનભાઇ નકુમ ઉ.વ.૬૨ રહે.ઉગલવાણ, તા.જેસર વાળાઓ વિગેરે ઇસમો *મહુવા તાલુકાના લુસડી ગામે ભગીરથભાઇ લાભભાઇ મહેતા રહે. લુસડી વાળાની વાડી પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન છએ ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૬૭,૩૫૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પડયા તથા નરેશભાઇ બારૈયા તથા ડ્રા.પો.કોન્સ. ચિરંતનભાઇ રાવલ તથા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV