Gujarat  News 

નર્મદા જિલ્લા નો વરસાદ ૧૩૨ મિ.મિ. વરસાદ સાથે દેડીયાપાડા તાલુકો જિલ્લામાં મોખરે

રાજપીપલા,મંગળવાર :- નર્મદા જિલ્લાામાં તા. ૩૦ મી જુન, ૨૦૨૦ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા  પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે.

 

જિલ્લાબમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૧૩૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો- ૧૧૮  મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૧૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને તિલકવાડા તાલુકો -૧૦૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

 

  જિલ્લાુના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૨.૭૬ મીટર, કરજણ ડેમ- ૯૯.૯૫ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૬.૦૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લાડ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તળ થયાં છે.

 

                                   



Posted By:Vijay Baraiya






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV