Gujarat  News 

કોરોના વાયરસ (covid-19) અંગે ખોટી અફવા ફેલાવી જાહેરનામાનો ભંગ કરતા ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

કોરોના વાયરસ (covid-19) અંગેની સોશિયલ મિડીયામાં ખોટી અફવા ફેલાવી ભાવનગર કલેકટરશ્રીના જાહેરનામાનો ભંગ કરતા ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

                   પ્રેસ નોટ

  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કોરોના વાયરસ (covid-19) અંગેની સોશિયલ મિડીયમાં ખોટી અફવા ફેલાવી ભાવનગર કલેકટરશ્રીના જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ જેઠાભાઇ પો.કોન્સ. સંજયભાઇ નાથાભાઇ પો.કોન્સ. હસમુખભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. રઘુભાઇ ગણેશભાઇનાઓ સોશિયલ મિડીયામાં વોચ પર હતા દરમ્યાન માહિતી મળેલ કે ગઇ તા.૨૧/૦૩/૨૦૨૦ ના રોજ  ક.૧૨/૨૬ pm વાગ્યે પોલીટીકલ મગજમારી નામના વ્હોટસઅપ ગૃપમાં ભદ્રેશભાઇ સાદડીયાએ પોતાના મો.નં. ઉપરથી એક ખોટો મેસેજ વાયરલ કરી અફવા ફેલાવેલ કે ‘‘Breking Bhavnagar મા 1 positive corona case’’ આમ ભાવનગર શહેરમાં હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસ પોઝીટીવ દર્દી આવેલ ન હોય છતા આવા ખોટા મેસેજ કરી અફવા ફેલાવી બેજવાબદાર નાગરીક તરીકે વર્તન કરી કલેકટરશ્રી ભાવનગરનાઓના જાહેરનામાનો ભંગ કરી ઇ.પી.કો કલમ- ૧૮૮ મુજબ ગુન્હો કરેલ હોય તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. 

સોશિયલ મીડીયા બાબતે લોકોને તકેદારી રાખવા નમ્ર અપીલ

(૧) ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસઅપ, ટવીટર કે અન્ય કોઇ સોશિયલ મિડીયા પર આપને આવેલો કોઇ પણ મેસેજ સાચો છે કે ખોટો તે ચકાસ્યા/ખાત્રી કર્યા વિના બીજા અન્ય કોઇ વ્યકતિને કે ગૃપમાં ફોરવર્ડ કરવો નહી આવા ખોટા મેસેજ તુર્તજ ડીલીટ કરવા 

(૨) આવા ખોટા મેસેજ શેર કરવાથી/અફવા ફેલાવવાથી લોકોમાં ભય અને ગભરાટની લાગણી ફેલાય છે. 

(૩) કોરોના વાયરસ (covid-19) અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV