Gujarat  News 

મોરબી જિલ્લાના ૨.૫ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

મોરબી જિલ્લાના ૨.૫ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

 

૧ થી ૧૯ વર્ષની ઉંમરના બાળકોને કૃમિ સામે રક્ષણ આપવા આરોગ્ય વિભાગનું સઘન આયોજન

 

મોરબી, 

આગામી તા.૨૭/૦૨/૨૦૨૦ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના ભાગરૂપે મોરબી જિલ્લાના ૧ થી ૧૯ વર્ષ સુધીની વયના(ઉમરના) અંદજીત ૨.૫ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાનું  આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાની ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૮૩૭ આંગણવાડી તેમજ અન્ય સંસ્થાઓ મળી કુલ ૧૮૪૩ સંસ્થાઓ ૨.૫ લાખ બાળકોને તેમજ શાળા કે આંગળવાડી નોંધાયેલ ન હોય અને ૧ થી ૧૯ વર્ષ વાય ધરાવતા હોય તેને પણ આ કૃમિનાશક (આલબેન્ડાઝોલ) ગોળી ખવડાવી કૃમિ સામે રક્ષણ આપવા આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય અધિકારીશ્રી, આંગડવાડી વર્કર બહેનો, હેલપર બહેનો, આશા બહેનોને કામગીરી સોંપવામાં આવેલ છે.

આ ગોળી વર્ષમાં બે વાર ખાવાથી બાળકોમાં જે લોહોની ઉણપો હોય તો તેમાં સુધારો થાય છે  અને પોષણસ્તર સુધરે છે. સ્કૂલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણ શક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. ભવિષ્યમાં કાર્યક્ષમતા અને જીવનદરમા વૃદ્ધિ થાય છે. વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ થાય છે. આમ આ ગોળી બાળકોને અને સમાજ માટે ખૂબ જ ઉપયોગી હોય માટે ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક દવા નજીકની શાળા અને આંગણવાડી પર જઈ ખવડાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.એમ.કતિરા દ્વારા બાળકોના વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ આ કાર્યક્રમમાં ગોળી ખવડાવવામાં બાકી રહી ગયેલ બાળકોને તા. ૩/૩/૨૦૨૦ ના રોજ મોપઅપ રાઉન્ડના દિવસે શાળા તથા આંગણવાડીમાં જઇ આ કૃમિનાશક ગોળી ખવડાવવી અને બાળકોને કૃમિ સામે રક્ષણ અપાવવું. આ માટે વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય કર્મચારીશ્રી/ અધિકારીશ્રી કે આશા બહેનનો સંપર્ક કરવા અનુરોધ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



Posted By:Kirit Bhai Sureja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV