Gujarat  News 

સાબરકાંઠા: હિંમતનગર પોલીટેકનીકના આંગણે મળ્યો આગળ વધવાનો અવસર :અઢળક ખુશી.

સાબરકાંઠા: હિંમતનગર પોલીટેકનીકના આંગણે મળ્યો આગળ વધવાનો અવસર :અઢળક ખુશી.

 
પહેલી નિમણૂંકમાં થઈ પ્લેસમેન્ટની પ્રતિતી
 
   ઉતર ગુજરાત ઝોન-૨ ઝોનલના સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં સરકાર દ્રારા યુવાનોને રોજગારીની નવી તકો આપી તેમના સપના સાકાર કરવા માટે કટ્ટીબધ્ધ હોવાનુ મેલા પ્લેસમેન્ટ કેમ્પમાં પ્રતિત થઈ રહ્યું હતું. આ કેમ્પમાં રોજગારી મળવાથી યુવાનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 
    સરકારી પોલીટેકનીક કોલેજ હિંમતનગર ખાતે ૧૪ ફેબ્રુઆરીના રોજ  યોજાયેલા મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં સાચોદરના યુવાન તરવરીયા ખેડૂતપુત્રશ્રી  ડેવિડ પરમારને દસ હજારની નોકરી મેળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે તે આ કેમ્પમાં ભાગ લઈ ઇન્ટરવ્યુ પાસ કરી ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાના પગ પર ઉભા થઈને પોતાના માતા-પિતાનો આર્થિક બોજ હળવો કરી મારા પરીવારને મદદ કરી શકીશ. ખેડૂતપુત્ર હોવાથી તેણે પોતાના પિતાને ખેતરમાં અથાગ પરીશ્રમ કરતા જોયા છે.
     ડેવિડ પોતાના પિતાની જવાબદારીઓનું સરળ વહન કરી શકે તે માટે સરકાર અને કોલેજના ગુરૂજનોનો ખુબ ખુબ આભાર માનતા વધુમાં જણાવે છે કે સરકાર દ્રારા યોજાતા આ કેમ્પથી આજે અનેક યુવાનોને નાની ઉંમરથી રોજગારી મળવાથી તેઓ યોગ્ય દિશામાં આગળ વધશે અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે. આ કેમ્પ થકી પોતે પગભર ઉભા રહેવાનો સંતોષ વ્યક્ત કરે છે.
    આ કેમ્પમાં ભાગ લઈને નોકરી મેળવનાર અન્ય વ્યક્તિમાં  હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારની ૧૮ વર્ષીય યુવતી સાબુગર અરજુમન જણાવે છે કે તેના માટે આ નોકરી ખુબ જ મહત્વ ધરાવે છે. અરજુમનના પિતા ફરીદ સાબુગર ઇન્સોરન્સ એડવાઇઝર છે. મુસ્લીમ સમાજમાં દિકરીઓને વધુ શિક્ષણ આપવામાં નથી આવતું પરંતુ મારા પરિવારમાં મારા પિતાએ મને શિક્ષિત કરી અને આજે આ નોકરી મળવાથી મારો પરીવાર આજે મારા પર ગર્વ લેશે તેવો મને વિશ્રાસ છે. મારી માતા ગૃહિણી છે પરંતુ મને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા  માતાએ આપી છે. આજે મને મહિને દસ હજારની નોકરી મળવાથી હું ખુબ જ ખુશ છું.
  વધુમાં અરજુમન જણાવે છે કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ચલાવાતા બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન દ્રારા આજે મારા જેવી અનેક યુવતીઓ શિક્ષણ લઈ આગળ વધી પગભર બની રહી છે જેની ખુશી છે. આ માટે વડાપ્રધાનશ્રીનો પણ ખુબ આભારમાનુ છું અને રાજ્ય સરકાર દ્રારા મારા ઘર આંગણે અવસર પુરો પાડવા બદલ અભિનંદન સાથે ધન્યતા અનુભવું છું.  



Posted By:Prafull P Barot






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV