Gujarat  News 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલિટેકનિક કોલેજ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલિટેકનિક કોલેજ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.


હિંમતનગર ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો
 
શિક્ષણમાં બાળકોના એન્ટ્રીથી એકઝિટ સુધીનું આયોજન રાજય સરકારે હાથ ધર્યુ છે.
 
સમાજની દરેક સમસ્યાનું સુવિધા સાથે સમાધાન સ્ટાર્ટ અપમાં સમાયેલું છે.
 
યુવાનોના ટેકનીકલ જ્ઞાન,વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા
આપવાનું કામ રાજય સરકાર કરે છે-
- શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 
     સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલિટેકનિક કોલેજ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો
     શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અગાઉના અને અત્યારની શિક્ષણનીતિમાં આમૂલ પરીર્વતન આવ્યું છે.અગાઉ ગરીબ પરીવારમાંથી આવતા બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હતા તેથી રાજ્ય સરકારે પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરી સો ટકા નામાંકન કરાવી શિક્ષણની નવી દિશા ખોલી આપી છે તેથી જ રાજય સરકાર બાળકોના પ્રવેશથી લઇ તેના શિક્ષણના અંત સુધીની ચિંતા કરે છે.તો વળી સમાજની માન્યતામાં બદલાવ લાવી કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેના થકી કન્યા સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. જેને લઇ આજે પદવીદાન સમારોહમાં દિકરીઓનું પ્રમાણ વધુ હોય છે. ગોલ્ડ મેડલ મેળવવામાં મહિલાઓ હરીફાઇક્ષેત્રમાં અગ્રેસર છે.
વિધાર્થીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સને પરિણામલક્ષી રીતે મૂર્તિમંત કરવા રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી રહી છે. તો વળી મેક ઇન ઇન્ડીયા, ડિઝીટલ ઇન્ડીયા,સ્ટેન્ડ અપ ઇન્ડીયા અને આઇ ક્રિએટ સહિતની યુવા નીતિઓ પર રાજ્ય સરકારે ભાર મુક્યો હતો.
     મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,૬૦ ટકાથી વધુ યુવાશકિત ધરાવતા ભારતમાં યુવાધનના શકિત સામર્થ્યને યોગ્ય રોજગારીનો અવસર આપીને ગુજરાત રોજગાર સર્જન અને યુવાશકિતને નિખાર આપવામાં પણ રોલ મોડેલ બને તેવી રાજ્ય સરકારની નેમ છે.
 
       રાજ્યનો યુવાન તેની શૈક્ષણિક કારકિર્દીને અનુરૂપ નોકરી મેળવી પગભર બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી યુવાનોના ટેકનીકલ જ્ઞાન,વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશનના નવા અભિગમો અપનાવ્યા છે, વીજ-પાણી કે પર્યાવરણ બચાવ સહિતની સમાજની દરેક સમસ્યાનું સરળ સુવિધા સાથે સમાધાન સ્ટાર્ટ અપમાં સમાયેલું છે.
      દુનિયામાં આઇ-ક્રિએટ ઇનોવેશનની અગત્યતા જરૂરી છે તેથી જ છેલ્લા ચાર વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ૪૬ ટકાથી વધુ ઇનોવેશનનું રોકાણ ગુજરાતમાં થયું છે. તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું કે,જયાં કલ્પના શક્તિનો અંત આવે છે ત્યાંથી યુવા સંશોધનની શરૂઆત થાય છે. તેમણે રાજ્ય સરકારમાં મર્યાદિત ક્ષેત્ર હોવાથી સંશોધનને અવકાશ હોતો નથી જયારે ખેતી, પશુપાલન અને ઉધોગ સહિતના અન્ય ક્ષેત્રમાં સંશોધનની નવી ક્ષિતિજો ખુલ્લી છે.  
       પ્લેસમેન્ટ કેમ્પમાં સાબરકાંઠા જિલ્લાની ઝોન-૨ની અનુદાનિત  કોલેજોના ૩૪૭૧થી વધુ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેને જોબ ઓફર કરવા ૩૯થી વધુ ઔધોગિક એકમો ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુ  વિધાર્થીઓને નોકરી તક પુરી પાડી હતી.
મહેમાનોને સ્વાગત આવકાર આપતા પોલિટેકનિક ઇજનેર કોલેજના આચાર્ય શ્રી ડૉ. પરેશ રાવલે જિલ્લામાં યોજાઇ રહેલા દ્વિતીય જોબ પ્લેસમેન્ટમાં ઉપસ્થિત રહેનાર ઔધોગિક એકમોનો આભાર વ્યકત કરી નવી રોજગારી મેળવાતા આ વિસ્તારના યુવાનોને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ મેગા પ્લેસમેન્ટ કેમ્પના કાર્યક્રમની સફળતા કાર્યયોજનાની રૂપરેખા  આપી હતી.
      કાર્યક્રમમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આઇ.ટી ક્ષેત્ર તથા અન્ય ફેકલ્ટીના છેલ્લા વર્ષના વિધાર્થીઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.
      જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલે પોલીટેકનિક કેમ્પસમાં ઉપસ્થિત ખાનગીક્ષેત્રના નોકરીદાતા અને રોજગારવાંચ્છુની રૂબરૂ મુલાકાત લઇ રોજગારી અંગે પૃચ્છા કરી હતી.
     આ પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ,જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ તેમજ પ્રાધ્યાપકગણ –વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 Posted By:Prafull P Barot


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV