Gujarat  News 

    ? *બળાત્‍કારના ગુન્હાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.*         

? *પ્રેસનોટ તા.૨૦/૦૧/૨૦૨૦* ?

    ? *બળાત્‍કારના ગુન્હાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.*   

     

  ? *શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,* ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે *તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦* સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે *પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* અમરેલી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. *શ્રી કે.ડી.જાડેજા સાહેબ* તથા પો.સબ ઈન્સ., *મહેશ મોરી* તથા એસ.ઓ.જી. ટીમ રાજુલા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૦૨૦૦૦૫૫/૨૦૨૦, ઇ.પી.કો કલમ-૩૭૬ વિ.મુજબ બળાત્કારનાં ગુન્હાનો આરોપી રાજુલા તાલુકાનાં જુની કાતર ગામ, બસ સ્ટેશન પાસે થી નાશી જવાની પુર્વ તૈયારીમાં છે તેવી ચોકકસ અને આઘારભુત હકિકત મળતા જે અનુસંઘાને મજકુર આરોપીને રાજુલા તાલુકાનાં જુની કાતર ગામ, બસ સ્ટેશન પાસેથી પકડી પાડેલ છે. 

  ?રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૦૨૦૦૦૫૫/૨૦૨૦, ઇ.પી.કો કલમ-૩૭૬ વિ.મુજબનાં કામે મજકુર પકડાયેલ આરોપી ગઇ તા.૧૬/૦૧/૨૦૨૦ નાં રોજ ફરિયાદીશ્રીનાં ઘરે ગયેલ અને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર કરેલ, બાદ તેની સાથે બારમણ ગામની સીમમાં અલગ-અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ આપતા તા.૧૯/૦૧/૨૦૨૦ નાં રોજ ગુન્હો જાહેર થયેલ હતો. અને મજકુર પોતાની કાયદેસરની ઘરપકડ ટાળવા નાસતો-ફરતો હતો. 

✨ *પકડાયેલ આરોપી* ઃ-

જાવીદ ઉર્ફે અજય સદરૂભાઇ જોખીયા, ઉ.વ.૨૨, ઘંઘો-મજુરી, રહે.બારમણ, તા.ખાંભા, જી.અમરેલીવાળાને રાજુલા તાલુકાનાં જુની કાતર ગામ બસ સ્ટેશન પાસેથી પકડી પાડેલ છે. અને આગળની વઘુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. 

  ?આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી *નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. *શ્રી કે.ડી.જાડેજા* તથા પો.સબ ઈન્સ. *શ્રી મહેશ મોરી* તથા *એસ.ઓ.જી. ટીમને* બળાત્કારનાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.



Posted By:Bharatbhai Khuman






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV