Gujarat  News 

ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિક લંડનની પ્રેક્ટિકલ પરીક્ષા ભાવનગરના આંગણે હાઉસ ઓફ મ્યુઝિક કાળિયાબીડ ખાતે યોજાઈ.

ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિક લંડનની પરીક્ષા ભાવનગરના આંગણે હાઉસ ઓફ મ્યુઝિક કાળિયાબીડ ખાતે યોજાઈ.કલાનગરી ભાવનગર એમ જ નથી ઓળખાતું. ગુજરાતી, હિન્દી સિનેમા, નાટક, સંગીત અને બીજા વિવિધ ક્ષેત્રે ભાવનગર એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તથા ભારત તથા વિદેશ માં પણ ભાવનગરી કલાકારો એ ડંકો વગાડ્યો છે.દુનિયા ની શ્રેષ્ઠ મ્યુઝિક એકેડમી માં નામના ધરાવતી લંડન ની ટ્રીનિટી કોલેજ માં ભાવનગર ના કલાકારો જે સંગીત ની સાધના કરી રહ્યા છે અને શીખી રહ્યા છે તેવા 45 વિદ્યાર્થી ઓ ની પ્રેક્ટિકલ પરીક્ષા નું આયોજન ભાવનગર ખાતે સૌપ્રથમ વાર ભાવનગર શહેર ના એકમાત્ર પિયાનો પ્લેયર અને કાળીયાબીડ વિસ્તાર માં એક આધુનિક સંગીત નો સ્ટુડિયો હાઉસ ઓફ મ્યુઝિક ધરાવનાર કુણાલ વૈષ્ણવ ને ત્યાં થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવા માટે ટ્રીનિટી કોલેજ ઓફ લંડન ના પ્રોફેસર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી ઓ ને હાઉસ ઓફ મ્યુઝિક ના કુનાલભાઈ વૈષ્ણવ એ માર્ગદર્શન અને અભિનંદન આપ્યા હતા.કલાનાગરી ભાવનગર ના દરેક કલાકારો આમ જ આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. 



Reported By:Makwana Amit B



Indian news TV