Gujarat News 

જૂનાગઢના તાલુકાઓમાં તા.૧૭ ઓકટોબરના રોજ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

જૂનાગઢ તા.૧૫, રાજ્યમાં વહીવટમાં કાર્યક્ષમતા અને સંવેદનશીલ તથા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી રજૂઆતોને ઉકેલ ઝડપથી વધે તે માટે સેવા સેતુ ના પાંચમાં તબક્કાનો આરંભ થઈ ચૂકયો છે. જે  અન્વયે તાલુકા કક્ષાએ તા.૧૭/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન  કાર્યક્રમ યોજાશે. તા.૧૭મી ઓક્ટોબરના યોજાનાર સેવાસેતુ અંતર્ગત  કેશોદ તાલુકાનો કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રી  કેશોદના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા સભાખંડ તથા કચેરી બિલ્ડીંગ,કેશોદમાં વોર્ડ નં. ૧ થી ૯ (તમામ વોર્ડ) માટે યોજાશે. મેંદરડાના પ્રાંત અધિકારી શ્રી અધ્યક્ષ સ્થાને માળિયાહાટી તાલુકાનો કાર્યક્રમ નગરપાલિકા સભાખંડ,ચોરવાડ ખાતે વોર્ડ નં. ૧થી૬ (તમામ વોર્ડ) માટે યોજાશે. વિસાવદર તાલુકાનો નો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષતામાં નગરપંચાયત હાઈસ્કૂલ, વિસાવદર ખાતે વોર્ડ નં. ૧થી૬ (તમામ વોર્ડ) માટે યોજાશે. પ્રાંત અધિકારી શ્રી વંથલીના અધ્યક્ષસ્થાને  માણાવદર તાલુકાનો કાર્યક્રમ નગરપાલીકા કચેરી,ટાઉનહોલ, માણાવદર ખાતે વોર્ડ નં. ૧થી૭ (તમામ વોર્ડ)માટે યોજાશે. પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર  સેવાસેતુ કાર્યક્રમમાં લોકોની પાયાની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, રાશનકાર્ડમાં નામ દાખલ કરવુ, રાશનકાર્ડમાં નામ કમી કરવુ, રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતી પ્રમાણપત્ર, ફ્રી શીપકાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, વિકલાંગતા પ્રમાણપત્ર, માંવાત્સલ્ય કાર્ડ, માંઅમૃત્તમ કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, મેડીસીન સારવાર, પશુઓની ગાયનેક સારવાર, સર્જીકલ સારવાર, ડ્રાઇવીંગ લાયસન્સ, રસીકરણ, લગત કામો સહિતની ૫૭ જેટલી વિવિધ કામગીરી એક જ સ્થળેથી હાથ ધરવામાં આવશે જેમાં વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવાસેતુ કાર્યક્રમમાં જોડાઇને લોકપ્રશ્નોનું કરશે સ્થળ પર નિરાકરણ તેમ નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીઆની યાદીમાં જણાવાયુ છે. 



Reported By:Jitendra J dave
Indian news TV