Gujarat News 

રામગઢનાં રમેશભાઇ ગોઢાણીયાને મળ્યુ ખેતી સબસીડી લક્ષી માર્ગદર્શન

 પોરબંદર તા.૧૪, ગામડાઓ મોટાભાગે ખેતી પર નિર્ભર હોય છે. મોટો વર્ગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો હોય છે. ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ, સબસીડી સહિતની કામગીરી કરે છે. છેવાડાના ખેડૂતોને સરકારની ખેતીલક્ષી યોજનાઓ સરળતાથી સમજાય તે માટે ગુજરાત ભરમાં ગ્રામ સેવકો કાર્યરત હોય છે.

રામગઢ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ખેતીવાડી કચેરીનાં ટેબલ પર આંબાનાં ફળપાક (રોપા) માટે મળતી સબસીડી અંગે માર્ગદર્શન લેવા આવેલા રામગઢ ગામનાં રમેશભાઇ ગોઢાણીયાએ પોતાની જમીનનાં ૭ વિઘામાં આંબાનું વાવેતર કર્યુ છે. આંબા પર સરકાર દ્રારા મળતી સબસીડીનું ઓનલાઇન ફોર્મ કઇ રીતે ભરવુ ? તેની પ્રક્રિયા શું હોય ? કેટલા સમયમાં ઓનલાઇન ડ્રો થાય ? સહિતનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમમાં જાણકારી મેળવવા ઉપસ્થિત રહ્યા હતા.

        ખેતીવાડી કચેરીનાં ટેબલ પર ફરજ બજાવતા ગ્રામ સેવક ચેતનભાઇ વાઢેરે ખેડૂત રમેશભાઇના તમામ પ્રશ્નો હલ કર્યા હતાં. તેમણે આઇ ખેડૂત પોર્ટલ વિેશે સમજ આપી તેમા કઇ રીતે ફોર્મ ભરવુ, સબસીડીની પ્રક્રિયા, ઓનલાઇન ડ્રો સહિતની જાણકારી આપીને ખેડૂત રમેશભાઇને યોગ્ય માર્ગદર્શન મળતા તેમણે સેવાસેતુ કાર્યક્રમ પોતાના માટે ફળદાયી નિવડયો છે તેમ જણાવ્યુ હતું.



Reported By:Jitendra J dave
Indian news TV