Gujarat News 

જામનગર ખાતે ભારતીય સેનાનો તા. ૩ થી તા.૧૩ નવેમ્બર સુધી ભરતી મેળો યોજશે ૧૧ દિવસીય ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે

     વેરાવળ તા.૧૫ જામનગર,રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગર,અમરેલી,ભાવનગર,દેવભૂમી દ્વારકા,જુનાગઢ,કચ્છ,ગીર સોમનાથ,પોરબદર,બોટાદ,તથા દીવ જિલ્લાઓની દરેક તાલુકાના યોગ્ય માપદંડ અનુરૂપ ફીટ હોય તે બધા ઉમેદવારો આ ભરતી માટે ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ :www.joinindianarmy.nic.in મા ઓનલાઈન નોંધણી કરી વેલીડ એડમીટ કાર્ડ સાથે ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૦૪ સપ્ટેમ્બર થી ૧૮ ઓક્ટોબર સુધી શરૂ કરવામા આવેલ છે.

  સોલ્જર જનરલ ડ્યુટી માટે એસ.એસ.સી. પાસ ઓછામાં ઓછા ૪૫ ટકા, કોઈ પણ વિષયમાં ૩૩ ટકાથી ઓછા નહી અથવા એચ.એસ.સી./૧૦+૨ પાસ, પાસ પરસેન્ટેજ ચાલશે. ઉમર ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, લંબાઈ ૧૬૮ સે.મી. વજન ૫૦ કિલો અને છાતી ૭૭ થી ૮૨ સે.મી, સોલ્જર ટેકનીકલ માટે એચ.એસ.સી./૧૦+૨ પાસ, અંગ્રેજી, ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને ગણિત સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા, દરેક વિષયમા ૪૦ ટકાથી ઓછા નહી ચાલે, ઉમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, લંબાઈ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો અને છાતી ૭૬ થી ૮૧ સે.મી. સોલ્જર ક્લાર્ક માટે એચ.એસ.સી. કોઈ પણ ટ્રમમાં કુલ ૬૦ ટકા માર્ક અને ૫૦ ટકા થી ઓછા નહી, દરેક વિષયમાં સાથે અંગ્રેજી, ગણિત, એકાઉન્ટન્સી, બુક કીપિંગમાં ૧૨/૧૦ માં ૫૦ ટકા માર્ક સાથે અથવા ગ્રેજ્યુએટ થયેલા હોય (ઉપરોક્ત વિષય સાથે) તેમાં પાસ પરસેન્ટેજ ચાલશે. જેઓએ કમ્પ્યુટર કોર્ષ કરેલ હોય તેઓને સર્ટીફીકેટના બોનસ માર્ક મળશે. ઉમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, લંબાઈ ૧૬૨ સે.મી., વજન ૫૦ કિલો અને છાતી ૭૭ થી ૮૨ સે.મી, સોલ્જર ટેકનીકલ નર્સીંગ આસીસ્ટન્ટ માટે એચ.એસ.સી./૧૦+૨ પાસ, અંગ્રેજી, ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક અને ૪૦ ટકાથી ઓછા નહી દરેક વિષયમાં, અગર ઉમેદવારે બટોની/ જીઓલોજી/બાયો સાયન્સ અને અંગ્રેજીના વિષયો સાથે ગ્રેજ્યુએશન કરેલ હોય તેઓને પાર્સીંગ માર્ક ચાલશે.  ઉમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, લંબાઈ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો અને છાતી ૭૭ થી ૮૨ સે.મી..                                           સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ પરંતુ હાઉસકીપર અને મેસકીપર સિવાય માટે ધોરણ ૧૦ પાસ, ઉમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, લંબાઈ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિલો અને છાતી ૭૬ થી ૮૧ સે.મી.,    સોલ્જર ટ્રેડમેન હાઉસકીપર અને મેસકીપર માટે ધોરણ ૮ પાસ, ઉમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, લંબાઈ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિલો અને છાતી ૭૬ થી ૮૧ સે.મી. (જેઓ આદિવાસી કક્ષામાં (Scheduled Trible)ના હોય તેઓને ઉચાઇ અને એજયુકેશનમાં છુટછાટ આપવામાં આવશે.)

ઉમેદવારોએ પોતાના અભ્યાસના અસલ પ્રમાણપત્રો તથા માર્કશીટ સાથે બે નકલ પ્રમાણિત કરેલી અને લાઈટ કલરના કપડામા અને માથે ટોપી પહેરેલ ન હોય તેવા તાજેતરના ૧૬ પાસપોર્ટ સાઈઝના ફોટા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા બોનાફાઇડ સ્ટુડન્ટ સર્ટીફીકેટ, ચારિત્ર્યનું પ્રમાણપત્ર અને રહેણાંક અંગેના પુરાવાનો દાખલો ગ્રામ્ય કક્ષાએ સરપંચનો અને શહેરી કક્ષાએ કાઉન્સીલરનો મેળવેલ હોવો જોઈએ તથા પાકું સરનામું લખેલો પોલીસખાતામાંથી ચારિત્ર્યનો દાખલો, નેટીવીટી અથવા નિવાસનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તથા આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે. નિયત કરેલી લાયકાત અથવા વધારાની લાયકાત પાસ કાર્ય અંગેના પ્રમાણપત્રો અને માર્કશીટ સાથે રાખવા.

   આથી તમામ ઉમેદવારોઓ ને ખાસ જણાવવામાં આવે છે કે આ સાથે આર્મી ભરતી કચેરી, જામનગર નું  નોટીફીકેશન મોકલવામાં આવે છે. જેમાં આર્મી ભરતી વખતે દરેક ઉમેદવારે એપેન્ડીક્ષ - બી માં રૂપિયા ૧૦/- ના સ્ટેમ્પ પેપર માં સોગંદનામું અચૂક સાથે લઇ જવાનું રહેશે જેથી આર્મી ભરતીમાં આ બાબતને લઈને ઉમેદવારો રીજેક્ટ ન થાય . વધુ વિગત માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૫૦૩૪૬ તથા ૯૪૨૬૩૧૯૭૪૯ કચેરીના કામકાજના દીવસ દરમ્યાન  સવારે ૯ થી સાંજે ૬ સુધી અથવા તમારા નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણવાયુ છે.

           Reported By:Jitendra J dave
Indian news TV