સ્વાતંત્ર દિન પર્વ નિમિત્તે સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ,તા૧૩ ૭૩માં સ્વાતંત્ર દિનની ઉજવણી ૧૫મી ઓગસ્ટના રોજ થનાર છે. આ વખતે જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી વિસાવદરના શાયોના પેટ્રોલ પંપ સામે, જુનાગઢ રોડ, વિસાવદર ખાતે કરવામાં આવનાર છે. સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે તારીખ ૧૪ ઓગસ્ટના રોજ સવારના ૭ કલાકથી સામૂહિક યોગનો કાર્યક્રમ ઉપરોક્ત સ્થળે યોજવાનો છે.૧૫ મી ઓગસ્ટ વિસાવદરમાં યોજાનાર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલના હસ્તે ધ્વજ વંદન યોજાશે. સ્વાતંત્ર દિનની ઉજવણીમાં આપ સૌને સહભાગી થવા જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે