Gujarat News 

જૂનાગઢ જિલ્લા ટપાલટિકિટોનું પ્રદર્શન  જૂનપેક્ષ ૨૦૧૯ યોજાશે

કૃષિ યુનિવર્સિટીમાં તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બરના પ્રદર્શન યોજાશે
જૂનાગઢ,તા૧૩ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનું ટપાલ ટિકિટોનું પ્રદર્શન જૂનપેક્ષ ૨૦૧૯ તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં યોજવામાં આવશે. જેમાં જુનાગઢ રેવન્યુ જિલ્લા અને શહેરમાં રહેતા અગ્રીમ ટપાલટિકિટ સંગ્રાહકો પોતાના અલભ્ય સંગ્રહો આ પ્રદર્શનમાં રજૂ કરશે.જૂનપેક્ષ ૨૦૧૯ ના લોગો તરીકે જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ સમાન ગીરના સિંહની આકૃતિની પસંદગી કરવામાં આવી છે. ટપાલટિકિટોનું પ્રદર્શન જોવું એ જીવનનો અમૂલ્ય લહાવો છે. જેમાં વિવિધ વિષયો પરની અલભ્ય ટિકિટોનો સંગ્રહ ઇતિહાસનો બોલતો દસ્તાવેજ છે.
આ પૂર્વે નવ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૦માં જૂનપેક્ષ ૨૦૧૦નું આયોજન કરવામાં આવેલું હતું. નવ વર્ષના સમય પછી જુનાગઢ જીલ્લા અને શહેરમાં રહેતા નાગરિકોને ટપાલટિકિટો નો અલભ્ય સંગ્રહ નિહાળવાનો લાભ મળશે.ટપાલ ટિકિટ સંગ્રહકોએ જરૂરી માહિતી અને એન્ટ્રી ફોર્મ માટે અધિક્ષક ડાકઘરની કચેરી જુનાગઢ વિભાગ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, ચોથા માળે, ગાંધીગ્રામ, જુનાગઢનો સંપર્ક કરવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે



Reported By:Mehul H. Bhatt
Indian news TV