Gujarat News 

દેશના બીજા રાજ્યો જે ખેલાડી જાતે લાયક બનીને મેડલ્સ જીતે છે એનું સન્માન કરે છે જ્યારે ગુજરાત આશાસ્પદ ખેલાડીઓનું તાલીમ આપીને ઘડતર કરે છે અને એમને મેડલ્સ જીતવા સક્ષમ બનાવે છે : ટેબલ ટેનિસ વેટરન કમલેશ મહેતા

વડોદરા કમલેશ મહેતા જણાવે છે કે, અમારા જમાનામાં ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓની કોઈ નોંધ લેવાતી ન હતી. આજે ગુજરાતના ખેલાડીઓ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સુધી પહોંચ્યા છે જેની પાછળ સરકારનો પરિશ્રમ છે...

ગુજરાતના શ્રી કમલેશ મહેતાએ સન ૧૯૮૦ થી ૧૯૯૫ સુધી ટેબલ ટેનિસમાં દેશનું પ્રતિનિદ્ધત્વ કર્યુ હતુ અને આજે પણ તેઓ આશાસ્પદ ખેલાડીઓને ઉચ્ચસ્તરનું પ્રશિક્ષણ આપીને વિજેતા બનવાનું પ્રોત્સાહન આપે છે.

તેમણે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, દેશના બીજાં રાજ્યો અને ગુજરાત વચ્ચે રામતવીરોને પ્રોત્સાહિત કરવાની બાબતમાં આભ-જમીનનો ફરક છે. બીજા રાજ્યો જે ખેલાડીઓ પોતાની જાતે મહેનત કરીને મેડલ જીતી લાવે છે એમનું સન્માન કરીને સંતોષ માણે છે. જ્યારે ગુજરાત આશાસ્પદ ખેલાડીઓને ઉચ્ચસ્તરીય તાલીમ અને સાધન સુવિધા, માનધન આપીને ખેલાડી તરીકે એમનું ઘડતર કરે છે અને મેડલ્સ જીતવા સક્ષમ બનાવે છે.

શ્રી મહેતાએ કહ્યું કે, અમારા જમાનામાં રાષ્ટ્રીયસ્તરે ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓની ઝાઝી નોંધ લેવાતી ન હતી. આજે ગુજરાતના જેટલા ખેલાડીઓ નેશનલ-ઇન્ટરનેશનલ એટલે કે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવી રમતોમાં દેશનું પ્રતિનિદ્ધત્વ કરે છે.

તેમણે જણાવ્યું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વિવિધ રમતોની ડિસ્ટ્રીકટ લેવલ સ્ફુલ્સ, શક્તિદૂત યોજના, ઓલિમ્પિયન અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા ખેલાડીઓ દ્વારા કોચિંગ જેવા વિવિધ પ્રાવધાનો કર્યા છે જેના પરિણામે ગુજરાતના રમતવીરો મેડલ્સ જીતી રહ્યા છે.એમણે કહ્યું કે મને ટેબલ ટેનિસ માટે વાર્ષિક રૂ.૬૦૦ જેટલું મામૂલી સ્ટાઈપેન્ડ મળતું હતું. આજે ઘણી સારી અને માનભરી રકમ, સાધન-સુવિધા અને ઉચ્ચસ્તરીય કોચિંગ આપવામાં આવે છે.તેમણે સ્‍પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાનત ને આ તમામ બાબતો માટે અભિનંદન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કમલેશભાઈ નિયમિત રીતે કોચિંગ કેમ્પસ યોજીને ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓને ઘડવાનો પરિશ્રમ કરે છે.Reported By:Mehul H. Bhatt
Indian news TV