Gujarat News 

અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ                       

  ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે રેન્જના જીલ્લામાં ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૫૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મુકેશભાઇ બાલાભાઇ શીયાળ ઉ.વ.:-૨૨ રહેવાસી- ટોકરીયા મહાદેવ, ખરેડ ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળાને પીંગળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર સાહેબની સુચનાથી એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.



Reported By:Ashwin Solanki
Indian news TV