Gujarat News 

નર્મદા જિલ્લામાં ૧૧૪૫ યોગ કેન્દ્રો પર અંદાજે ૧.૯૮ લાખથી વધુ જનસંખ્યા ભાગ લે તેવું આયોજન સાથે ઉજવાશે વિશ્વ યોગ દિવસ

રાજપીપલા, બુધવાર 

 

તા.૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં અંદાજે ૧૧૪૫ થી વધુ યોગ કેન્દ્રો ખાતે અંદાજે ૧.૯૮ લાખથી વધુ જનસંખ્યા યોગમાં ભાગ લે તેવું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન ઘડી કરાયું છે. આ યોગના કાર્યક્રમમાં શહેર-જિલ્લાવાસીઓ સૌ મોટા પ્રમાણમાં ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સુચારૂં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે હદયની થીમ ઉપર યોગ દિવસની ઉજવણી થશે.

  ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ધાબા ગ્રાઉન્ડ-રાજપીપલા ખાતે તા. ૨૧ મી જૂન, ૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૬:૦૦ કલાકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ના અધ્યક્ષ શ્રી મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાશે. તદ્દઉપરાંત જિલ્લામાં જિલ્લા કક્ષાના ૫(પાંચ) યોગ કેન્દ્રોમાં અંદાજિત-૧૨૫૦૦ થી વધુ તાલુકાકક્ષાના-૧૦ (દસ) યોગકેન્દ્રોમાં અંદાજિત-૯૧૦૦ થી વધુ, નગરપાલિકાના બે કેન્દ્રોમાં-૨૨૫૦, ૪-આઇકોન કેન્દ્રોમાં- ૧૮૦૦, પ્રાથમિક શાળાના-૬૮૯ યોગ કેન્દ્રોમાં અંદાજિત-૯૮૫૦૦, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના-૧૩૩ યોગ કેન્દ્રોમાં અંદાજિત-૨૫૦૦૦, આઇ.ટી.આઇ. સહિતની કોલેજોના-૭ જેટલાં યોગ કેન્દ્રોમાં અંદાજિત-૩૦૦૦, જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના યોગ કેન્દ્રોમાં અંદાજિત-૩૫,૦૦૦ તથા તમામ સહભાગી તેમજ અન્ય ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોગ કેન્દ્રોમાં અંદાજિત-૧૧,૦૦૦ જેટલી જનમેદની દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે.



Reported By:Siddhartha P Goghari
Indian news TV