Gujarat News 

માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, માનનીય પુર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા અધિકારીશ્રીઓ જુમાવાડીની મુલાકાતે

વાયુ વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષીને ત્વરિત નિર્ણય લેવા અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા પ્રત્યેક જિલ્લામાં સરકારના માનનીય મંત્રીશ્રીઓને જવાબદારી સોંપવાના ભાગ રૂપે 

 

મોરબી જિલ્લામાં પધારેલ માન. મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા સાથે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા આ લખાય છે ત્યારે નવલખી બંદરની મુલાકાતે જવા નીકળ્યા છે

 

મોટા દહીંસરા ગામમાં કેટલી સંખ્યામાં પ્રજાજનોનું સ્થળાંતર કરી સહાય અને અન્ય સુવિધા અંગે માહિતી મેળવી હતી

 

માનનીય જિલ્લા કલેકટરશ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા માનનીય જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ અન્ય સરકારી અધિકારીશ્રીઓ પણ સાથે જોડાયા છે

 

વાયુ વાવાઝોડાની સંભવિત ભયાનાકતાને લક્ષમાં લેતા 6500 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

 

તેઓના બે સમયના ભોજન વિ. ની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે

 

સબ સલામતની સ્થિતિ સર્જાય નહીં ત્યાં સુધી માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા મોરબી હેડ ક્વાર્ટર બનાવીને રહેશે તથા મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા પણ સતત તેમની સાથે રહેશે. જે વિદિત થાય.

 

રીપોર્ટ:- કિરીટ સુરેજા સાથે સુરજ નિમાવત મોરબીReported By:Kirit Bhai Sureja
Indian news TV