Gujarat News 

જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી માર્ગદર્શન આપી રહ્યા છે પ્રવાસન અને મત્સ્યોધોગ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા

જૂનાગઢ,તા૧૨ વાવાઝોડાની સંભવત આફત સામે જુનાગઢ જીલ્લાના તંત્રએ એલર્ટ થઇ ને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલા લીધા છે.
જુનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ 465 વ્યક્તિઓનું આજે સવારે સાત વાગ્યા સુધીમાં સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.
 જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલરૂમ રાઉન્ડઅપ ચાલુ છે.જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે.
પ્રવાસન અને મત્સયોધોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ અને એસ.ડી.આર.એફ ની એક ટીમ બોલાવવામાં આવી છે આ ટીમ માંગરોળ ખાતે તેનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રીઝર્વ રખાશે.

 



Reported By:Jitendra J. Dave
Indian news TV