Gujarat News 

આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા શિહોર પોલીસ : વરતેજ તાબેની નારી ચોકડી ખાતેથી ટોરસ ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ સહિત કુલ કિ.રૂ. ૩૪,૭૪,૦૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા શિહોર પોલીસ

વરતેજ તાબેની નારી ચોકડી ખાતેથી ટોરસ ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ સહિત કુલ કિ.રૂ. ૩૪,૭૪,૦૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર 

  ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા સ્ટાફના માણસો વલ્લભીપુર પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૪/૧૯ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ વિ.મુજબના અનડીટેકટ ગુન્હાના કામે નારી રોકડી ખાતે તપાસમાં હતા દરમ્યાન રાજસ્થાન પાર્સીગનો એક શંકાસ્પદ ટ્રક આવતા જેની તપાસ કરવા જતા ટ્રકમાં બેઠેલ કુલ-ત્રણ ઇસમો ભાગવા લાગતા જેમાંથી બે ઇસમોને પકડી પાડેલ અને શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.આર. સોલંકી નાઓ તથા સ્ટાફના માણસો સાથે ટ્રક ચેક કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ હોય જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ કી.રૂ.૨૪,૬૭,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રુ.૩૫૦૦/-, ટ્રક-૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા-૨૫૪૦/-, તાલપત્રી-ર કી.રુ.૨૦૦/- તથા પાવડર ભરેલ થેલી નંગ-૧૬૦ વિ. મળી કૂલ કી.રુ.૩૪,૭૪,૦૪૦/- ના મુદ્દામાલ સાથે  આરોપી (૧) ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત ઉ.વ. ૨૭ રહે. ગામ અયાતરી તા. કુંભલગઢ થાના ચારભૂજા જી. રાજસમન્દ (રાજસ્થાન) (૨) છેલસીંગ છોગસીંગ રાજપૂત ઉ.વ.૫૫ રહે. ગામ કેરાલ પોસ્ટ રોડલા તા.અહોર જી. ઝાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડેલ હતા અને ઉપરોકત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ રહે.જોધપુર ઠે.ડાંગીવાસ રોડ,રાજસ્થાન તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રહેવાસી-વરતેજ તા.જી.ભાવનગર વાળો તથા રેઇડ દરમ્યાન એક ઇસમ નાસી ગયેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ શિહોર પો.સ્ટે.ના હેડકોન્સ. રાજેન્દ્રસિંહ એન. ગોહીલ નાઓએ  પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.                            

આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.આર.સોલંકી સાહેબ તથા આર.આર.સેલ સ્ટાફ તથા શિહોર પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.



Reported By:Ashwin Solanki
Indian news TV