Gujarat  News 

ગુજકેટની પરીક્ષાના પગલે વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ

મહેસાણા
          ગુજકેટની પરીક્ષાના પગલે પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનો આદેશ કરેલ છે.જેમાં પરીક્ષા સ્થળેથી ૨૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરીક્ષાર્થી તથા પરીક્ષા કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીશ્રીઓ સિવાય અન્ય કોઇ અનઅધિકૃત વ્યક્તિઓએ પ્રતિબંધિત વિસ્તામાં દાખવ થવુ નહી.પરીક્ષા કેન્દ્રોના સ્થળે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવું છું.વિધાર્થી,વિધાર્થીનીઓ,શિક્ષકો,સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી  કર્મચારીઓ પરીક્ષા સંબધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી કે પેજર,મોબાઇલ,ફોન કેલક્યુલેટર વિગેરે પુસ્તક,કાપલી,ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઇ જવા નહી કે તેનું વહન કરવા મદદગારી કરવી નહિ તેમજ તેવી કોઇપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહિ.પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે ચોરી કરીને-કરાવીને કરવામાં મદદગારી કરીને અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહિ જેનું પાલન ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજે ૧૭-૦૦ કલાક દરમિયાન કરવાનું રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાની અખબારી યાદીમાં જણાવાયું છે.



Posted By:Jayesh makwana






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV