Gujarat News 

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ૧૯ મે સુધી એક્ઝીટ પોલ કરી શકાશે નહિ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત  ગુજરાત ગર્વમેન્ટ ગેઝેટ એક્ટ્રા ઓર્ડિનરી પાર્ટ મુજબ તેમજ સંયુક્ત નિર્વાચન અધિકારી ગાંધીનગરના આદેશ મુજબ ૧૧ એપ્રિલ ૨૦૧૯ સવારના ૦૭-૦૦ કલાકથી ૧૯ મે ૨૦૧૯ સાંજના ૦૬-૩૦ કલાક સુધી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અને ૨૧ ઉંઝા વિધાનસભા મતવિસ્તાર પેટા ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત પ્રિન્ટ મીડીયા અથવા ઇલેક્ટ્રોનિક મિડીયા અથવા પ્રસારના અન્ય કોઇપણ સાધન-પ્રકારથી એક્ઝીટ પોલના પ્રચાર-પ્રસાર પર કરી  શકાશે નહિ છે.તેમજ મતદાનની સમાપ્તિ માટેના નિયત સમયની સાથે પૂર્ણ થનાર ૪૮ કલાક દરમિયાન ચૂંટણી સંબધિત બાબતો,ઓપનીયન પોલ કે અન્ય કોઇ પોલ સર્વેના પરિણામો સહિતની બાબતોનું કોઇ પણ મિડીયા દ્વારા પ્રસારણ  નહિ કરવા જણાવાયું છે.

 



Reported By:Jayesh makwana
Indian news TV