Gujarat  News 

મતદાન દિવસે સ્થાનિક રજા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે ઔધોગિક એકમોને આદેશ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ નું મતદાન ૨૩ એપ્રિલના રોજ થનાર છે.આ દિવસે મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જેતે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળ નોંઘાયેલ કારખાનામાં કામ કરતા શ્રમયોગી તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા,સાઇટ પર શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુંસાર રજા જાહેર કરવાના કારણે સંબધિત શ્રમયોગી-કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી.રજાના કારણે જો શ્રમયોગી-કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતા હોય તેવા સંજોગોમાં જેતે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે.જે મતદાર ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા તે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તેને કારણે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ-કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજ સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો તે લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થય મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 



Posted By:Jayesh makwana






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV