Gujarat News 

માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી લોકસભાની ચુંટણીની સાથે યોજાશે

જૂનાગઢ તા.૧૪ લોકસભાની ચુંટણીની સાથે જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી યોજવામાં આવશે. આજે જૂનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી તા.૨૩-૪-૨૦૧૯ના રોજ યોજાશે. ચુંટણી અંગેનું જાહેરનામું તા.૨૮-૩-૨૦૧૯ના રોજ યોજાશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ ૮-૪-૨૦૧૯ છે. ફોર્મની ચકાસણી તા.૫-૪-૨૦૧૯ તેમજ મતગણતરી તારીખ ૨૩-૫-૨૦૧૯ના રોજ રહેશે. તેમની મત ગણતરી પોરબંદર ખાતે થશે.

   માણાવદર બેઠકમાં કુલ ૧૨૫૦૫૫ પુરૂષ અને ૧૧૩૪૧૪ સ્ત્રી મળી કુલ ૨૩૮૪૬૯ મતદારો નોંધાયા છે. કુલ બુથ જોઇએ તો શહેરી ૪૭ અને ગ્રામ્ય ૨૩૯ તેમજ કુલ ૨૮૬ રહેશે. મતદાન મથક સ્થળની સંખ્યા ૧૯૭ રહેશે.મતદાર યાદીમાં શારીરિક રીતે અક્ષમ વ્યકિતઓ ૯૫૫ અને સહાયક તરીકે ૧૫૮ લોકો નોંધાયા છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂ.૨૮ લાખ રાખવામાં આવેલ છે



Reported By:Jitendra J. Dave
Indian news TV