Gujarat News 

ગાંધીનગર રેન્જની RR સેલમાં ફરજ બજાવતા મોટા ગંજાના વહીવટદારોની છાપ ધરાવતા છ પોલીસ કર્મચારીઓએ લાખો રૂપિયાના તોડ કરેલ જે પ્રકરણની જાણ DGP શીવાનંદ ઝાને થતાં તમામ તોડ બાજની બદલી ગાંધીનગર થી અમરેલી કરેલ, જેમાં યશવંતસિંહ રાઠોડ સહિત છ પોલીસ કર્મચારીઓ સામેલ હતા.

       આ તમામ પોલીસ કર્મચારીઓની અમરેલી બદલી થતાં અમરેલીના  એસ.પી. નિર્લિપ્ત રાયએ તમામ પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટરમાં બદલી કરી તમામ પાસે ગાર્ડ ડયુટીની ફરજ લઈ સાચા અર્થમાં પોલીસ કર્મચારીઓની શું ફરજ હોય તેનું ભાન કરાવેલ છે.  

    હાલમાં પોલીસ ખાતામાં મોટી વગ ધરાવતા  યશવંતસિંહ રાઠોડ એસ.પી. કચેરીના ગેટ  ઉપર દૅરબાનનું કામ કરે છે અને Dy.s.p. થી લઈને બધાને સેલ્યુટ મારે છે અને બાકીના પાંચ પોલીસ કર્મચારીઓ અમરેલી શહેરમાં રખડતાં કુતરા અને ઢોર પકડવાની કામગીરી કરે છે

       આમ અમરેલી થી બદલી કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાનું સુત્રોના હવાલાથી જાણવા મળેલ છે.

Reported By:Ashwin Solanki
Indian news TV