Gujarat News 

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્ય રેલીનો સમાપન સમારોહ યોજાયો

ભાવનગર: તા.૧૧.

 ગુજરાત રાજ્ય  ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્ય રેલીનો સમાપન સમારોહ સરદાર પટેલ હીલ ગ્રાઉન્ડ કાળીયાબીડ ખાતે  યોજાયો હતો. 

     આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વસીટી ભાવનગરના કાર્યકારી કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે ૧૯૨૩ થી સ્કાઉટ ગાઈડની પ્રવ્રુત્તિ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે વર્ષ ૧૯૬૩ થી રાજ્યરેલી શરૂ થઈ હતી પ્રથમ રેલી ૧૯૬૩ મા સુરત ખાતે યોજાઈ હતી ત્યાં ભાવનગર ચેમ્પીયન બન્યુ હતુ, ૨૭ મી રેલી  માણસા ખાતે યોજાઈ હતી ત્યાં પણ ભાવનગર ચેમ્પીયન બન્યુ હતુ, તેમણે મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીના જીવનના એક પ્રસંગનું ઉદાહરણ આપી તેમની બીજાને આપવાની મનોવ્રુત્તિની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને ઉમેર્યુ હતું કે અમારા ભાવનગરના આંગણે ૨૮મી રાજ્યરેલીમાં ભાગ લેનારા બાળકોને અહીં જે કંઈપણ જીવન ઉપયોગી શિક્ષણ મળ્યુ છે તેનો સદઉપયોગ કરવાથી તેમનો ચોક્કસપણે જીવનવિકાસ થશે.

 રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશના સ્કાઉટએ જણાવ્યું કે ભારત દેશમાં ગુજરાત અતિ સમ્રુદ્ધ રાજ્ય છે અને તેમાં પણ ભાવનગરના લોકો ખુબજ લાગણીશીલ માયાળુ સ્વભાવના છે. માનદ રાજ્યમંત્રીશ્રી મનીષકુમાર મહેતાએ જણાવ્યુ હતું કે સ્કાઉટ માસ્ટર, ગાઈડ કેમ્પર  રોવર રેન્જરના અથાગ પ્રયત્નથી જ આ કાર્યક્રમ સફળ બની રહ્યો છે. રાજ્યરેલી કો-ઓર્ડિનેટરશ્રી દિનેશભાઈ વ્યાસ એ જણાવ્યુ હતું કે આ ૨૮ મી રાજ્યરેલીના સુંદર આયોજન માટે પ્રચંડ પુરૂષાર્થ કરનારા મનીષકુમાર મહેતાનું દિલ માં સમાન છે તેમણે શાયરીના અંદાજમાં બાળકોને જણાવ્યુ કે લહેરો સે ડરકર નૈયા પાર નહી હોતી ઔર કોશિષ કરનેવાલો કી કભી હાર નહી હોતી.       

     આ પ્રસંગે તા. ૦૮ થી ૧૦ સુધી યોજાયેલી ૦૮ સ્પર્ધાઓના વિજેતા એવાં ૦૧ થી ૦૩ નંબર મેળવેલ જિલ્લાઓનાં વિજેતા સ્કાઉટ અને ગાઈડ પ્રતિનિધિઓને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા જેમાં કેમ્પફાયર સ્કાઉટ વિભાગમાં નં. ૦૧ ભરૂચ, નં. ૦૨ ભાવનગર નં. ૦૩ રાજકોટ જિલ્લો, ચિત્ર સ્પર્ધામાં નં. ૦૧ ભાવનગર નં. ૦૨ સુરત શહેર નં. ૦૩ રાજકોટ જિલ્લો, ફીઝીકલ ડીસ્પ્લે સ્પર્ધામાં નં ૦૧ ભાવનગર નં. ૦૨ રાજકોટ નં. ૦૩ આણંદ જિલ્લો, માર્ચ પાસ્ટ સ્પર્ધામાં નં. ૦૧ આણંદ નં. ૦૨ ભાવનગર નં. ૦૩ રાજકોટ જિલ્લો, છાવણી નિરીક્ષણ સ્પર્ધામાં નં. ૦૧ રાજકોટ નં. ૦૨ ભાવનગર નં. ૦૩ કચ્છ જિલ્લો, પાયોનીયર સ્પર્ધામાં નં. ૦૧ રાજકોટ નં. ૦૨ ભાવનગર નં. ૦૩ વડોદરા જિલ્લો ફર્સ્ટ એઈડ સ્પર્ધામાં નં. ૦૧ રાજકોટ નં. ૦૨ ભાવનગર નં. ૦૩ આણંદ જિલ્લો, સ્કીલોરામા સ્પર્ધામાં નં. ૦૧ ખેડા નં. ૦૨ અમદાવાદ શહેર નં. ૦૩ ભાવનગર જિલ્લો.

જ્યારે કેમ્પફાયર ગાઈડ વિભાગમાં  સ્પર્ધામાં નં. ૦૧ ભરૂચ નં. ૦૨ ભાવનગર નં. ૦૩ રાજકોટ જિલ્લો, ચિત્ર સ્પર્ધામાં નં. ૦૧ ભાવનગર નં. ૦૨ રાજકોટ નં. ૦૩ ભરૂચ જિલ્લો, ફીઝીકલ ડીસ્પ્લે સ્પર્ધામાં નં. ૦૧ ભાવનગર નં. રાજકોટ નં. ૦૩ ભરૂચ જિલ્લો, માર્ચ પાસ્ટ સ્પર્ધામાં નં. ૦૧ ભાવનગર નં. ૦૨ રાજકોટ નં. ૦૩ અમરેલી જિલ્લો, છાવણી નિરીક્ષણ સ્પર્ધામાં નં. ૦૧ આણંદ નં. ૦૨ રાજકોટ જિલ્લો  નં. ૦૩ અમદાવાદ સ્કુલ બોર્ડ,પાયોનીયર સ્પર્ધામાં નં. ૦૧ રાજકોટ નં. ૦૨ ભાવનગર જિલ્લો  નં. ૦૩અમદાવાદ સ્કુલબોર્ડ, ફર્સ્ટ એઈડ સ્પર્ધામાં નં. ૦૧ ભાવનગર નં. ૦૨ રાજકોટ જિલ્લો નં ૦૩ અમદાવાદ શહેર સ્કીલોરામા સ્પર્ધામાં નં ૦૧ કચ્છ નં ૦૨ રાજકોટ નં ૦૩ ભાવનગર  જિલ્લો, 

             જનરલ ચેમ્પીયનશીપ સ્કાઉટ વિભાગમાં નં ૦૧ ભાવનગર નં ૦૨ રાજકોટ જિલ્લો, જનરલ ચેમ્પીયનશીપ ગાઈડ વિભાગમાં નં. ૦૧ રાજકોટ નં ૦૨ ભાવનગર જિલ્લો વિજેતા થયેલ છે આ વિજેતાઓને એમ. કે. બી. યુનિ. ભાવનગરના કાર્યકારી કુલપતિશ્રી ગીરીશભાઈ વાઘાણી સહિતમા મહાનુભાવોના હસ્તે  ટ્રોફી એનાયત કરાઈ હતી.

આ પ્રસંગે ગોવા સ્ટેટના ગાઈડ કેપ્ટન શ્રીમતિ બિંદીયા કોટકરને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરાયુ, રાજસ્થાન,મધ્યપ્રદેશ, વેસ્ટર્ન રેલ્વે, બાંગ્લાદેશ તેમજ રાજ્યના ૨૨ જિલ્લાનાં સ્કાઉટ અને ગાઈડને પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ, ૦૭ એએલટીની ઉપાધિ મેળનારાઓનું સન્માન કરાયુ, સ્ટેટ સ્ટાફના  સ્કાઉટ અને ગાઈડનું સન્માન કરાયુ, લાઈટ,માઈક, મંડપ, પાણી, શૌચાલય સહિતની વ્યવસ્થા કરનારા લોકોનું, દિલ્હીથી આવેલા ધર્મેન્દ્ર શર્માનું સન્માન કરાયુ, 

આ કાર્યક્રમમાં કમિશનરશ્રી  જનાર્દન પંડ્યા, શ્રી એન. એફ. ત્રિવેદી, રાજ્યરેલી કો-ઓર્ડિનેટરશ્રી દિનેશભાઈ વ્યાસ,માનદ રાજ્યમંત્રીશ્રી મનિષકુમાર મહેતા, સીમાબેન મહેતા, અસ્મિતાબેન વ્યાસ, જિલ્લા કમિશનરશ્રી જયેશભાઈ દવે 

 રાજ્ય ટ્રેઈનીંગ કમિશનરશ્રી ભીખાભાઈ સીદપરા, અજયભાઈ ભટ્ટ, શ્રી પરેશભાઈ, ઉદયભાઈ બોરીસાગર, મૌલેશભાઈ, દર્શનાબેન, હેમંતભાઈ, નીલેશભાઈ, શ્રી માણીયા સહિત સ્કાઉટ ગાઈડના વિધાર્થીઓ, શિક્ષકો, લોકો મોટી સંખ્યામાં હાજર   

રહ્યા હતા. Reported By:Siddhartha P Goghari
Indian news TV