Gujarat News 

સરઇ ખાતે ધોડિયા સમાજ વાણિયા કુળ પરિવારનું સ્‍નેહ સંમેલન યોજાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઇ ખાતે ધોડિયા સમાજ વાણિયા કુળ પરિવારના યોજાયેલા સ્‍નેહ સંમેલનમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્‍થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સ્‍નેહ સંમેલનથી કૌટુંબિક ભાવના કેળવાય છે, જેથી નિયમિતપણે આ પ્રકારનું આયોજન કરવા અને તેની સાથે પરિચય મેળો રાખવા પણ જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ લગ્નના મોટા ખર્ચથી બચવા માટે સમૂહ લગ્નમાં ભાગ લેવા પણ જણાવી આદિજાતિના ઉત્‍કર્ષ માટે રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી, જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ધોડિયા સમાજ વાણિયા કુળના દિનેશભાઇ સહિત સમાજ-કુળના કુટુંબીજનો હાજર રહયા હતા.

 

 Reported By:Jitendra J. Dave
Indian news TV