Gujarat News 

હંમેશા પ્રથમ નંબરે આવતી એક વિદ્યાર્થીની પરીક્ષાના સમયે લાસ્ટ આવવાનો ડરને દુર કરતી જીવન આસ્થા હેલ્પ લાઈન

સૂરતઃ સોમવારઃ- એક કોલરની વિદ્યાર્થીનીની સમસ્યા હતી કે એમને પરીક્ષામાં લાસ્ટ આવવાનો ડર લાગ્યા કરે છે. હું હંમેશા પહેલા નંબર પર જ આવું છું, તો આ પરીક્ષામાં બીજા નંબર પર આવીશ તો. એ ડરના કારણે પરીક્ષા આપવા માટેની ના પાડી રહી હતી. તેમના પિતા જોડે પણ વાત તો તેમણે કહ્યું કે, એ બધી જ પરીક્ષામાં પ્રથમ જ આવતી હતી હવે એમને ડર લાગવા લાગ્યો છે અને પરીક્ષા આપવાની ના પાડી રહી છે.એ દિકરીને ડર હતો કે હું પ્રથમ ના આવી તો મારા મિત્રો મને શું કહેશે, મારી મજાક ઉડાવશે, એટલી મહેનત પછી પણ તું માર્કસ ના લાવી શકી. આવા કારણોસર મારે પરીક્ષા નથી આપવી આ વાત પરીક્ષાના બે કલાક પહેલાની વાત હતી.

    સમસ્યાનું નિવારણઃ- પહેલા એ છોકરી સાથે વાત કરવામાં આવી કે તમે પરીક્ષા નહી આપો તો પણ તમારૂ વર્ષ બગડશે. પરીક્ષા આપો કદાચ સારા માર્કસ આવ્યા અને પ્રથમ નંબર પણ આવે. તમે બધી જ તૈયારી કરી છે. તમે હિમ્મસ કરીને પરીક્ષા આપો. પરીક્ષા નહી આપો તો પણ તમારા મિત્રો તમને કહેશે અને પરીક્ષા આપો અને સારા માર્કસ નહિ આવે તો પણ કહેશે. એ કરતા તો પરીક્ષા આપીને સારા માર્કસ નહી આવે તો ભલે તમારા મિત્રો બોલતા. તમે પરીક્ષા માટે આટલી મહેનત કરી છે તો સારા માર્કસ અવશ્ય આવશે. લોકોનું કામ છે બોલવાનું. જે લોકો બોલે છે તેને અવગણો. ત્યાર બાદ તેમના પિતા સાથે વાત કરવામાં આવી કે તમે તમારી દિકરી ને કહી શકો છો કે, જે પણ માર્કસ આવશે એ અમને બધાને મંજુર છે. તું માત્ર પરીક્ષા આપી દે બીજુ જે કંઈ થશે એ અમને બધા સાથે મળીને એ સમસ્યાને દુર કરીશું. આમ એક દિકરીના પરીક્ષાના ડરને દુર કરીને તેની સમસ્યાનું સમાધાન આસ્થા હેલ્પલાઈનના માધ્યમથી સાકાર થયું હતું.

 



Reported By:Jitendra J. Dave
Indian news TV