Gujarat News 

પ્રતિબંધિત વિસ્‍તારમાં જાહેર સુલેહ-શાંતિનો ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરી શકાશે નહિ

જિલ્લા કલેકટર કચેરી-અમરેલી આગળ જિલ્‍લાની જુદી-જુદી સંસ્‍થાઓ-અરજદારશ્રીઓ તરફથી તેમની માંગણીના સંદર્ભે ઉપવાસ, રેલી, આત્‍મવિલોપન, ધરણા કરવા જિલ્‍લા કલેકટર કચેરીમાં આવતા હોય છે. જેને કારણે તંગદીલીભર્યુ વાતાવરણ સર્જાય અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ થવાની શક્યતાઓ રહે છે. આથી આવા અનિચ્‍છનીય બનાવો ન બને તે માટે તકેદારીના પગલા લેવા આવશ્યક હોય અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્‍વયે હુકમ બહાર પાડેલ છે.

જેમાં કલેકટર કચેરી-અમરેલી કેમ્‍પસ તથા તેની ત્રિજયામાં આવેલ આજુબાજુના ૫૦ મીટર વિસ્‍તારને પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્‍યો છે. પ્રતિબંધિત વિસ્‍તારમાં કોઇએ ઉપવાસ પર બેસવું નહિ કે ધરણા કાર્યક્રમ-સભાનું આયોજન કરવું નહિ. જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રો પોકારવા નહિ કે તેવી અફવાઓ ફેલવાવી નહિ. કોઇપણ વ્‍યક્તિએ ઇજા થાય તેવા લાઠી અગર હથિયાર સાથે પ્રવેશ કરવો નહિ. વિસ્‍ફોટક પદાર્થ કે આગ લાગે તેવા પદાર્થ સાથે રાખવા નહિ. આ હુકમ તા.૮ જુલાઇ-૨૦૧૮ સુધી અમલમાં રહેશે અને તે ફરજ પરના સરકારી નોકરને લાગુ પડશે નહિ.



Reported By:Mehul H. Bhatt
Indian news TV