Gujarat News 

રૂ.૬૦,૦૦૦/-નો ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.

 

આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન _પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર, આડોડિયા વાસમાં રહેતાં જીગ્નેશ ઉર્ફે જોન્ટી તથા અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ અને રમેશ વિરસંગ ભાઇ રાઠોડ ત્રણેય ઇસમોએ ભેગા મળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂ લાવી આડોડિયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉતારેલો છે. જે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં ત્યાંથી જીગ્નેશ ઉર્ફે જોન્ટી અને અજય ઉર્ફે ભગત બંને દે.પુ.વાસમાં થઇ નાસી ગયેલ.

આ શૌચાલયમાં તપાસ કરતાં...

 

(૧) બ્લ્યુ સ્કાય ડ્રાય જીન ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ- ૭૨ કિ.રૂ.૨૧,૬૦૦/-

(૨) રોયલ સ્ટાયલ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૪,૪૦૦/-

(૩) રોક સ્ટાર ડિલકસ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭,૨૦૦/-

(૪) હેવર્ડઝ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ ML ટીન નંગ-૭૨ કિ.રૂ.૭,૨૦૦/-

(૫) કાલ્સબર્ગ એલીફન્ટ સ્ટોર્મ બિયર ૫૦૦ ML ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/- મળી કુલ રૂ.૬૦,૦૦૦/-નો મળી આવેલ.

જે અંગે તેનાં વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

 

આમ,આડોડિયાવાસમાંથી રૂ.૬૦,૦૦૦/-નાં ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

 

આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના હેઠળ સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા,જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.



Reported By:Ashwin Solanki
Indian news TV